Gujarati News

Gujarati News

News of Thursday, 20th June 2019

તળાજાના ધારડી ગામે શિંગડુમારી ખેડૂતની છાતી સાંઢે ચીરીનાખી

છુટા મૂકતા ગૌધન માટે સરકારે ખાસ યોજના બનાવવી જરૂરી

તળાજા,તા.૨૦: ( આનંદ રાજદેવ) તળાજા શહેર ઉપરાંત ગ્રામ્ય,વાડી અને હાઇવે પર છુટ્ટા મુકાયેલા ગૌધન અને ખાસ કરીને ખુટિયા નો ત્રાસ વધતો જાય છે. પ્રશાશન કે સરકાર પાસે લોકોને નુકશાન ન થાય તેવું રેઢિયાર ગૌધન ને ડબે પુરવાનું ચોક્કસ આયોજન નથી. જેને કારણે સૌથી વધુ ખેડૂત વર્ગ પરેશાન છે.તો હાઇવે પર માતેલા સાંઢ યોમદૂત સ્વરૂપે ફરી રહ્યા છે. અહીંના ધારડી ગામે વાડીમાં કામકર્તા ખેડૂતો વાડી માં સાંઢ પ્રવેશતા તેને કાઢવા જતા વિફરેલા  શાંઢે ખેડૂત ને છાતીના ભાગે શિંગડું મારી દેતા છાતી ફાડી નાખી હતી.

જીવદયાના નામે સરકાર, પ્રશાશન પણ લાચાર કારણકે છુટા રખડતા ગૌધનનું શુ કરવું તેનું યોગ્ય આયોજન નથી. જેને કારણે તળાજા ના ધારડી ગામે ખેતી કામકર્તા ખેડૂત રાજાભાઈ કુબેરભાઈ કામળિયા ને છાતીના ભાગે શિંગડું મારીદેતા ખેડૂત ની છાતી ફાડી નાખી હતી. ખેડૂત ખુતીયો વાડીમાં આવેલ હોય તેને હડકારતા આ બનાવ બન્યો હતો.જેના કારણે નાનકડા ગામા વારંવાર ખુટિયાઓ અને ગાયો મૌલાત અને શારીરિક નુકશાન પહોંચાડી રહેલ હોય શુ કરવું તેમ મુંઝાય હતા.

(11:33 am IST)