Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

અમરેલી જીલ્લાની ૧૧ તાલુકા પંચાયતમાંથી કોંગ્રેસે ૬ તાલુકા પંચાયત બિન હરીફ કરાવીઃ પ્રમુખ-ઉપપ્રમુખોની વરણી

અમરેલીઃ અમરેલી જીલ્લાની ૧૧ તાલુકા પંચાયતોમાં પ્રમુેખ-ઉપપ્રમુખોની ચુંટણીમાં કોંગ્રેસે ૧૧ માંથી ૬ તાલુકા પંચાયત બીન હરીફ કરાવી છે. જેમાં ખાંભા, બગસરા, લાઠી, બાબરા, લીલીયા અને કુકાવાવમાં કોંગ્રેસના પ્રમુખ-ઉપપ્રમુખ બીન હરીફ ચુંટાઇ આવ્યા છે. જયારે અમરેલી સાવરકુંડલા રાજુલા, જાફરાબાદ અને ધારીમાં આવતીકાલે પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણી થશે.

આજે ખાંભામાં પ્રમુખપદે સોમલાભાઇ વાળા, ઉપપ્રમુખ અશ્વીનભાઇ પરમાર, બગસરામાં પ્રમુખ દક્ષાબેન કોરાટ, ઉપપ્રમુખ વિનોદભાઇ ધારીયા, લાઠીમાં પ્રમુખ જનકભાઇ તળાવીયા, ઉપપ્રમુખ વજુભાઇ નવાપરીયા, બાબરામાં પ્રમુખ ધકુબેન વાસાણી, ઉપપ્રમુખ કિશોરભાઇ દેથલીયા, લીલીયામાં પ્રમુખપેદે ઇન્દુબેન પરમર, ઉપપ્રમુખ ચોથાભાઇ કસોટીયા અને કુંકાવાવ તાલુકા પંચાયતમાં પ્રમુખપદે ભાનુમતીબેન વસાણી અને ઉપપ્રમુખ પદે દેવધનભાઇ ખાચરીયાની વરણી કરવામાં આવી છે.

(6:52 pm IST)