Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

મોરબી જિલ્લા પંચાયતના ૧૬ થી ૧૭, માળિયા (મીં) તાલુકા પંચાયતના ૮ કોંગી સભ્યો પહોંચ્યા હતા અજ્ઞાત સ્થળે

સત્તાધારી પક્ષ કોંગ્રેસ સતર્ક, ભાજપ કોઇ ચાલ ચાલેએ પહેલા જ ચોગઠું ગોઠવી લીધુઃ મતદાન સમયે સૌ પહોંચી જશે

 મોરબી તા. ૧૮ : અહિયા કોંગ્રેસ હસ્તક જીલ્લા પંચાયત અને માળિયા (મીં) ની તાલુકા પંચાયતની અઢી વર્ષની પ્રથમ ટર્મ ર૧મી તારીખે પુર્ણ થવા થઇ રહી છે. ત્યારે તા.ર૦ જુને સવારે ૧૧ વાગ્યે બન્ને જગ્યાએ પ્રમુખપદ માટેની ચૂંટણી યોજવા જઇ રહી છે. ચૂંટણીને બે દિવસજ બાકી છે. ત્યારે સત્તાધારીઓ પક્ષ કોંગ્રેસ સતર્ક બની ગયો છે અને ભાજપ દ્વારા કોઇ ચાલ ચાલવામાં આવે તો તેને સફળ ન થવા દેવાના ભાવ રૂપે જીલ્લા પંચાયતના ૧૬ થી ૧૭ કોંગી સભ્યો અને માળિયા (મીં) તાલુકા પંચાયતના ૮ સભ્યો ગઇકાલે બપોર બાદ અજ્ઞાત સ્થળે પહોંચી ગયા છે.

આ અંગે ૧૬ સભ્યો સાથે હોવાના દાવા સાથે પ્રમુખ પદની દાવેદારી કરનાર કિશોરભાઇ ચીખલીયા, હરદેવસિંહ ઝાલા સહિતના કુલ ૧૬ થી ૧૭ સભ્યોમાંના એક ચેરમેને ટેલિફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે,  હાલ દેશમાં ગમે ત્યાં ચુંટણીઓ, પેટાચુંટણીઓ યોજાય ત્યા સત્તાભુખ્ય ભાજપવાળા કોંગ્રેસ સહિત અન્ય પક્ષોને તોડવા સહીત દામ, દંડ, ભેદ, લોભ, લાલચ આપી ખરીદી ફરોક કરવા માટે જાણીતા બની ગયા છે.  એવી જ રીતે મોરબી જીલ્લા પંચાયતમાં પણ ભાજપી પોતાની માયાજાળ બીછાવશે તેવી દહેશતના કારણે અજ્ઞાત સ્થળે રહેવાનો નિર્ણય કર્યો છે.

ર૦મીના સવારે ૧૧ વાગ્યે મોરબી જીલ્લા પંચાયત કચેરીએ તમામ સભ્યો સાથે આવી મતદાનમાં કરીશું.

અત્રે ઉલ્લેખનીય છે. કે મોરબી જીલ્લા પંચાયતની કુલ ર૪ માંથી રર સીટો કોંગ્રેસે જીત્યા બાદ કોંગ્રેસના જેતપર (મચ્છુ)ની સીટ પરથી વિજેતા થયેલા શ્રીમતી સોનલબેન જાકાસાણીયા પ્રમુખ પદે નિયુકત કરાય હતા. પૂર્વ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઇ ગામીએ પણ ર૪ સભ્યોના સમર્થન સાથે દાવેદારી કરી હતી.

દરમિયાન વધુમાં જાણવા મળ્યાનુસારઃ કોંગ્રેસ માળિયા(મીં) તાલુકા પંચાયતમાં પણ ર૦મીના ચુંટણી યોજાનાર છે. ૧૬ માંથી ૧૦ સભ્યો કોંગ્રેસ પાસે હતા, બહુમતિના કારણે તે સત્તાપર છે અને ભાજપ પાસે ૬ સભ્યો હતા પરંતુ જાણવા મળ્યા મુજબ છેલ્લા ચાર-પાંચ દિવસ પહેલા કોંગ્રેસના બે સભ્યો છોડી ગયા છે તેથી હવે બન્ને પક્ષ ભાજપ અને કોંગ્રેસ પાસે ૮-૮ સભ્યો બાકી રહે છે.ે હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે, ચૂંટણી પૂર્વે અન્ય કોઇ સભ્ય એકબીજી પાટીમાં ગુલટી મારે છે કે કેમ ? માત્ર એક સભ્યનો ઉમેરો થવાથી જેતે પાર્ટી સત્તાનાગઢમાં પ્રવેશ કરી શકશે અન્યથા બન્ને પાર્ટી પાસે ઇકવીટ-૮-૮ સભ્ય જ હશે તો પછી ચીઠ્ઠી નાખવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તે વાત ચોકકસ છે.

જાણવા મળતી વિગત મુજબ હવે જીલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને માત્ર બે દિવસ જ બાકી છે. ત્યારે ભાજપ-કોંગ્રેસના મોવડીઓ રાજકીય સોગઠા ગોઠવી સત્તાધારી પક્ષ સત્તા ટકાવી રાખવા અને વિપક્ષ ભાજપ સત્તાના ગઢમાં ગાબડા પાડી સત્તાસ્થાન સુધી પહોંચવા પરસેવો પાડવા સાથે દિવસ-રાત એક કરી રહ્યા છે.

(3:31 pm IST)