Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

કેશોદના રાણીંગપરામાં પત્નિના હાથે પતિની હત્યા

જૂનાગઢ, તા. ૧૮ :. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના રાણીંગપરા ગામે પત્નિના હાથે પતિની હત્યા થતા ખળભળાટ મચી ગયો છે.

ઉલ્ટી ગંગા જેવી ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ કેશોદ તાલુકાના રાણીંગપરા ગામમાં રહેતા જગદીશભાઈ સોમાભાઈ ઝાલા (દલિત) (ઉ.વ. ૪૦) ઉપર તેના પત્નિ શાંતાબેન ઝાલા (દલિત) પથ્થરનો ઘા મારતા તેનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું.

પતિ જગદીશભાઈ દરરોજ દારૃ પીતા હોવાથી પતિ-પત્નિ વચ્ચે ઝઘડો થતો હતો. આજે આ ઝઘડાએ વિકરાળ રૃપ ધારણ કર્યુ હતુ અને ઉગ્ર બોલાચાલી થતા પત્નિ શાંતાબેને પતિ જગદીશભાઈના માથા ઉપર પથ્થરનો ઘા કરતા તેઓ ત્યાં જ ઢળી પડયા હતા. આ બનાવની જાણ થતા કેશોદ તાલુકા પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તપાસ હાથ ધરી છે.

(3:33 pm IST)