Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

જામકંડોરણા તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં કુલ ૧૮૪૯ બાળકોને પ્રવેશ

જામકંડોરણા તાલુકામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૧૮૪૯ બાળકોને મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ વિતરણ કરી પ્રવેશ આપવામાં આવેલ (તસ્વીરઃ મનસુખ બાલધા-જામકંડોરણા)

જામકંડોરણા તા.૧૮ : જામકંડોરણામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-ર૦૧૮ અંતર્ગત તા.૧૪ તથા ૧પ એમ બે દિવસમાં જામકંડોરણા તાલુકાના જુદા જુદા પ૦ ગામોમાં રાજય કક્ષા તેમજ તાલુકા કક્ષાના ર૪ મહાનુભાવોએ પ૭ પ્રાથમીક શાળા અને ૧૧ માધ્યમિક શાળાઓની મુલાકાત લીધી હતી જેમાં ધો.૧ માં ૪૬૬ કુમાર અને૩૩પ કન્યાઓના નામાંકન થયેલ ધો.૯માં પ્રવેશ પામેલ વિદ્યાર્થીઓમાં કુમાર ર૦૩ અને કન્યા ૩૧૧ મળી પ૧૪ જયારે વિકલાંગ બાળકોમાં કુલ ૮ અને આંગણવાડીમાં કુલ પર૬ મળી તાલુકામાં કુલ ૧૮૪૯ બાળકોને પ્રવેશ આપવામાં આવેલ આ કાર્યક્રમ દરમ્યાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શૈક્ષણિક કીટ આપી. આવકારવામં આવેલ તેમજ શાળાના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરવામાં આવેલ તેમજ ધો.૩ થી ૮ માં પહેલા, બીજા, ત્રીજા નંબરે ઉતીર્ણ થનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણ કરાયા હતા શાળાઓના પરિસરમાં મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જામકંડોરણા શહેરની શાળાઓમાં જયારે જામકંડોરણા તાલુકા વિકાસ અધિકારી કિરણભાઇ દવેની ઉપસ્થિતમાં તાલુકાના અડવાળ, રોઘેલ, સોડવદર, રંગપર, દુધીવદર, નાનાભાદરા ગામે નવા પ્રવેશ મેળવતા બાળકોને પ્રવેશ આપી શૈક્ષણિક કીટ આપી બિરદાવવામાં આવેલ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે શાળા પરિસરમાં વૃક્ષારોપણ તેમજ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરેલ. આ પ્રવેશોત્સવમાં તાલુકાના ગામોમાં સરપંચશ્રીઓ, ગામના આગેવાનો, ગ્રામજનો, વાલીઓએ હાજરી આપી હતી.(૬.૮)

(11:53 am IST)