Gujarati News

Gujarati News

News of Monday, 18th June 2018

ઉપલેટામાં ટ્રક ચાલકે મોટર સાયકલ ચાલકને હડફેટે લેતા સારવાર દરમ્યાન મોત

ઉપલેટા તા ૧૮ :  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે સુગરવાસમાં રહેતા દલીત (વણકર) યુવાનનું અકસ્માતમાં સારવાર દરમ્યાન મોત થયેલ છે.

આ અંગે વિગત એવા પ્રકારની છે, ગઇકાલે સાજંના પ.૩૦ ના સમયે નંબર વગરનું નવુ મોટર સાયકલ ઉપર ઉપલેટાથી મોટીપાનેલી ગામે જતા ત્યારે અંહિયા કોલકી રોડ ઉપર આવેલ મનદીપ ઇન્ડસ્ટ્રીઝ ની અંદર જઇ રહેલો ટ્રક નંબર જીજે.૧૧ ટી.ટી. ૫૭૪૦ સાથે અકસ્માત થતા ટ્રકના પાછળ ના જોટામાં મોટર સાયકલ ઘુસી જતા મોટર સાયકલ ચાલક ધીરજલાલ બાબુભાઇ જાદવ, ઉ.વ.૨૮ વાળાને માથામાં તથા ત્રણ જગ્યાએ ફેકચર થતા ગંભીર ઇજા થતા પ્રથમ ઉપલેટા કોટેજ હોસ્પીટલમાં દાખલ કરેલ ત્યાંથી વધુ સારવાર જુનાગઢ હોસ્પીટલમાં દાખલ કરેલ જેમનું મોત થયેલ હતું આ અંગે ઉપલેટા પોલીસમાં મરનાર યુવાનના ભાઇ પંકજભાઇ ચંદુભાઇ જાદવ એ ફરીયાદ કરતા વધુ ઉપલેટાના પી.આઇ. એલ.એલ ભટ્ટ એ તપાસ હાથ ધરેલ છે. (૩.૨)

(11:47 am IST)