Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

જામનગરમાં ઇકો કારમાં આગઃ ડ્રાઇવરનો બચાવ

જામનગર તા. ૧૮ : દિગજામ સર્કલ પાસે પ્રમુખ સ્વામી ઓવર બ્રિજ પર ઇકો કારમાં એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. કારમાં આગ લાગતા જ ડ્રાઇવરે સમય સુચકતા પારખી કારમાંથી  નીકળી ગયો હતો.

જોકે આગ વિકરાળ રૂપ ધારણ કરતા આજુબાજુ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ફાયરટીમને તાત્કાલીક જાણ કરવામાં આવી હતી. જામનગર દ્વારકા રોડ પર સતત વાહનોની અવર-જવર થતી હોય છે ત્યારે કારમાંં આગ લાગતા ભડભડ સળગી હતી જો કે ડ્રાઇવરને સામાન્ય ઇજા પહોંચી હતી. કારમાં આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું બહાર આવ્યું છે.(તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(3:51 pm IST)