Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

પોરબંદરમાં ગાય આડી ઉતરતાં બાઇક સ્લીપ થતાં ખારવા યુવાન પ્રિન્સનું મોત

પાછળ બેઠેલા મિત્ર તુશાલ ગોહેલનો ઇજા સાથે બચાવ

રાજકોટ તા. ૧૮: પોરબંદરમાં ગાય આડી ઉતરતાં બાઇક સ્લીપ થતાં ખારવા યુવાનનું મોત નિપજ્યું છે. જ્યારે પાછળ બેઠેલા તેના મિત્રને ઇજા થઇ હતી.

જાણવા મળ્યા મુજબ પોરબંદર ખારવાવાડમાં રહેતો પ્રિન્સ કાંતિલાલ શિયાળ (ઉ.૧૮) અને તેનો મિત્ર તુશાલ ગોહેલ (ઉ.૧૮) ૧૩મીએ બાઇક પર બેસીને બહારથી ઘર તરફ આવી રહ્યા હતાં ત્યારે બીરલા કોલોની ઇન્દિરાનગર પાસે પહોંચતા અચાનક ગાય રોડ પર આડી આવી જતાં પ્રિન્સએ કાબુ ગુમાવતાં બાઇક સ્લીપ થઇ જતાં તેને ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે ીમત્રને પણ ઇજા થઇ હતી. પ્રિન્સની પોરબંદર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અહિ આજે વહેલી સવારે તેણે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે કાગળો કરી પોરબંદર પોલીસને મોકલ્યા હતાં. મૃત્યુ પામનાર પ્રિન્સ છુટક મજૂરી કરતો હતો અને બે ભાઇ તથા એક બહેનમાં નાનો હતો. યુવાન દિકરાના મોતથી સ્વજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.

(11:44 am IST)