Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

સુરેન્દ્રનગરના બે બાઇકચોરીનો ભેદ ઉકેલાયો : અશોક પારધીને મોરબી LCB એ ઝડપ્યો :પાંચ બાઈક જપ્ત

મોરબી :સુરેન્દ્રનગરમાં બે બાઈક ચોરીનો ભેદ ઉકેલાયો છે હળવદ તાલુકાના કાડિયાણામાં રહેતા અશોક પારધીને મોરબી એલસીબીએ ઝડપી પાડીને કુલ પાંચ બાઈક જપ્ત કર્યા છે

  મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે આ શખ્શને ઝડપી લઈને તેના કબજામાંથી એક લાખની કિમતના પાંચ બાઈક કબજે કર્યા છે અને બે મોટરસાયકલ સુરેન્દ્રનગર જીલ્લામાંથી ચોરી કર્યાની આરોપીએ કબુલાત આપી છે

    મોરબી એલસીબી ટીમેં બાતમીના આધારે અશોક પ્રેમજ પારધી (રહે નવા કડીયાણા તા. હળવદ)ને ઝડપી લઇને તેના કબજામાંથી પાંચ મોટરસાયકલ કીમત ૧ લાખ જપ્ત કર્યા છે અને પૂછપરછમાં આરોપીએ એક મોટરસાયકલ સુરેન્દ્રનગર ડો. ખારોડની હોસ્પિટલ પાસેથી ચોરી કરેલ અને બીજું મોટરસાયકલ પોતાના મિત્ર કાન્તીભાઈ ડાભી (રહે માલવણ ) પાસેથી  લીધેલ તેમજ ત્રણ મોટરસાયકલ હિતેશ મગનભાઈ સોલંકી રહે ધ્રાંગધ્રા હાલ શાપર વેરાવળ વાળો રાખવા માટે આપી ગયાની કબુલાત આપી હતી આમ સુરેન્દ્રનગરમાં મોટરસાયકલ ચોરીના બે ગુન્હાના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે

(9:54 pm IST)