Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મોરબી જીલ્લા કલેકટર માકડીયાની પળભરનો વિલંબ કર્યા વગરની કામગીરી

જામનગર તા. ૧૭ :.. હળવદ તાલુકાનાં ચરાડવા શ્રી મહાકાળી આશ્રમમાં આવેલા સુકા ઘાસચારાના ગોડાઉનમાં ભયંકર આગ ફાટી નીકળ્‍યા બાદ દોડધામ મચી ગઇ હતી અને મોરબી જીલ્લા કલેકટર શ્રી આર. જે. માકડીયાને આ આગના બનાવ અંગે જાણ કરવામાં આવી હતી.

ત્‍યારબાદ શ્રી આર. જે. માકડીયાએ પળભરનો પણ વિલંબ કર્યા વગર મામલતદાર શ્રી સોલંકી સહિત લાગતા-વળગતા તંત્રને જાણ કરી હતી.

કલેકટરશ્રી આર. જે. માકડીયાની સુચનાથી તંત્ર દોડતુ થઇ ગયુ હતુ અને આગને વહેલી તકે કાબુમાં લાવી દીધી હતી.

(2:25 pm IST)
  • ડોકટરોની હડતાલ અંગે કાલે-મંગળવારે સુપ્રીમ કોર્ટ જાહેર હીતની અરજી સાંભળશે access_time 12:59 pm IST

  • રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ૮-બનો બામણબોર સુધીનો ૬ માર્ગીય રોડ બનાવવાનો રૂડામાં ઠરાવ :આણંદપર-માલીયાસણ-કુચિયાદળ-હીરાસર-કુવાડવા-રામપરા (બેટી) સહિતના ગામડાઓમાં ખાનગી અને સરકારી જમીન સંપાદન કરવામાં આવશેઃ હયાત ૪૫ મીટરનો રસ્તો ૬૦ મીટરનો બનશેઃ બંને બાજુએ ૭.૫૦ મીટરનો વધારો થશેઃ ૪૦ ટકા કપાતના ગણવા અને સમર્થન આપવા રૂડાનો ઠરાવઃ કાર્યકારી ચેરમેન બંછાનીધિ પાનીની જાહેરાત access_time 4:25 pm IST

  • આંતરરાષ્ટ્રીય ટેરર ફિનાન્સિંગ વોચડોગ તરફથી પાકિસ્તાનને ૨૭ જેટલા પગલાં લેવા માટે નિર્દેશો કરવામાં આવ્યા હતા પરંતુ પાકિસ્તાન તેમાંથી ૨૫ જેટલા એકશન પોઈન્ટ્સ કમ્પ્લીટ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયાનું જાહેર થયું છે. access_time 1:04 pm IST