Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

મેંદરડામાં વૃક્ષ ધરાશાયી : તાકીદે રસ્તો ખુલ્લો કરતુ તંત્ર

જુનાગઢ તા.૧૫ : મેંદરડા તાલુકામા સંભવિત વાવાઝોડા સામે અગમચેતીના પગલા લેવા માટે અગાઉથી જ આયોજન કરવામા આવ્યુ હતુ. પ્રાંત અધિકારીશ્રી જે.સી.દલાલ અને મામલતદારશ્રી કુ. એફ.જે.માકડાના માર્ગદર્શન હેઠળ તાલુકામા જે.સી.બી. મશીન, ડંપર અને જરૂરી સંશાધનો સ્ટેન્ડબાય રાખવામા આવ્યા હતા.

જેથી આજે મેંદરડા ખડીયા રોડ પર ભારે પવનને લીધે વૃક્ષો પડી જતા ગણતરીની મિનીટોમાં જ રસ્તો ખુલ્લો કરવામા આવ્યો હતો. મેંદરડા તાલુકામા હરીપુર સીમ ખાતે ૩૬ વ્યકિતઓને તકેદારીના ભાગરૂપે શાળામાં સ્થળાંતરીત કરવામા આવ્યા છે. મેંદરડા ખાતે ૨૪ કલાક ઇમરજન્સી રીસ્પોન્સ સેંટર શરૂ કરવામા આવેલ છે. જેનો સંપર્ક નંબર ૦૨૮૭૨ ૨૪૧૩૨૯ છે. વિવિધ સ્થાનિક સંસ્થાઓ સાથે પણ તંત્રએ સંકલન કર્યુ છે.

(11:29 am IST)