Gujarati News

Gujarati News

News of Tuesday, 13th April 2021

અમરેલીમાં ૨૫ના ભોગ લેતુ કોરોના

અમરેલી,તા. ૧૩: અમરેલી જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને મહામારીના ખપ્પરમાં કાલે સવારથી સાંજ સુધીમાં અમરેલી શહેરની ધરતી ઉપર ૨૫ ના મોત નીપજ્યા છે. જેમાં ૧૪ કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓ હતા. અને અન્ય ૧૧ હતા. અમરેલી ખાતે કોરોના સારવાર લઇ રહેલા સ્વામીના ગઢડા ગામા ૬૪ના પુરૂષ, કમીગઢના ૩૮ વર્ષના યુવાન, જસદણના વિંછીયા ગામના ૫૯ વર્ષના પુરૂષ, મહુવાના ૬ વર્ષન મહિલા, ઢસના ૪૫ વર્ષના મહિલા, ખારીખીજડીયાના ૫૨ વર્ષના મહિલા, ડેડાણના ૪૦ વર્ષના પુરૂષ, નેસડીના ૬૫ વર્ષના મહિલા અને ધારીના ૭૫ વર્ષના વૃધ્ધ તથા બગસરાના હામાપુરમાં ૬૫ વર્ષના મહિલા, ધારીના ૬૩ વર્ષના પુરૂષ, અમરેલીના પાણીયા ગામના ૬૦ વર્ષના વૃધ્ધ દર્દી, બાબરના ધુધરાળા ગામના ૮૫ વર્ષના દર્દી અને બગસરાના ૭૫ વર્ષના પુરૂષ દર્દીના મોત નીપજ્યા હતા. ઉપરોકત ૧૪ કોરોનાના દર્દીઓ ઉપરાંત અમરેલીના ગાયત્રી મોક્ષધામમાં  અન્ય બિમારીવાળા ૮ તથા કૈલાશ મુકિતધામ ખાતે માણેકપરા, ચક્કરગઢ રોડ સહિતના અન્ય ૩ લોકોના અંતિમ સંસ્કાર મળી કુલ ૧૧ મોત કોવિડ મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. અમરેલીમાં આ આંકડો સતત વધતો રહે તેવી શકયતા છે.

(12:46 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સ્થગિત કરવા ભાજપ સાંસદ કૌશલ કિશોરની માંગ : ચૂંટણી આયોગને લખ્યો પત્ર : કોરોનાએ હાહાકાર મચાવ્યો : અનેક જિલ્લાઓમાં સ્થિતિ ખરાબ : લખનૌમાં લોકડાઉન લાદવું પડે તેવી સ્થિતિ :લખનૌના મોહનલાલ ગંજથી ભાજપના સાંસદે કહ્યું -કોરોના બેકાબુ છે,હજારો પરિવારો ઝપટે ચડ્યા છે,સ્મશાનમાં લાશોના ઢગલા છે,ત્યારે ચૂંટણી નહીં લોકોના જીવ બચાવવા જરૂરી છે access_time 1:13 am IST

  • આજે રાત્રે ૮:૩૦ વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે સંબોધન : સંભવતઃ લોકડાઉન અંગે મહત્વની જાહેરાત થવાની સંભાવના access_time 6:11 pm IST

  • રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોરોનાનો રાફડો : ૧૦ કેસ : આવક બંધ કરી દેવાઈ : રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં કોરોનાના ઍકસાથે ૧૦ કેસ આવતા નવી આવક સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે : અગાઉના પડતર માલનો નિકાલ કરીને કામકાજ ચાલુ રાખવુ કે બંધ રાખવુ તે અંગે સત્તાધીશો વિચારણા કરી રહ્નાનું જાણવા મળે છે access_time 11:22 am IST