Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

સૌરાષ્ટ્ર - કચ્છમાં અસહ્ય ઉકળાટ

રાજકોટ તા. ૧૩: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ સાથે મહતમ તાપમાનનો પારો સતત ઉંચે ચડતો રહે છે અને બપોરના સમયે તો લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને સતત ગરમીમાં વધારો થયા કરે છે.

સવારનાં સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર થાય છે અને બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળે છે અને બપોરે રસ્તાઓ સુમસામ બની જાય છે.

જામનગર

જામનગરઃ આજનું હવામાન ૩પ.પ મહત્તમ, ર૩.૮ લઘુતમ ૮૬ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧૦.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

ભાવનગર

ભાવનગરઃ ગરમી લુ ફેંકાતા લોકો તોબા પોકારી ગયા હતા. શહેરનું મહતમ તાપમાન ૩૯.૯ ડીગ્રી અને લઘુતમ તાપમાન ર૭.૬ ડીગ્રી નોંધાયું હતું. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર૪ ટકા અને પવનની ઝડપ ર૦ કિ.મી. પ્રતિ કલાકની રહી હતી.

(3:23 pm IST)