Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

જુનાગઢ અને માણાવદરમાં ચૂંટણી સંદર્ભે ઓબઝર્વરની ઉપસ્થિતીમાં ચૂંટણી સ્ટાફનું થયું રેન્ડામાઇઝેશન

જુનાગઢ : જુનાગઢ લોકસભામાં સમાવીષ્ટ જુનાગઢ જિલ્લાના ૮૫ માણાવદર, ૮૬ જુનાગઢ, ૮૭ વિસાવદર, ૮૮ કેશોદ, ૮૯ માંગરોળ વિધાનસભા મતક્ષેત્ર, ઉપરાંત ગીર સોમનાથ જિલ્લામાં સમાવિષ્ટ જુનાગઢ લોકસભાના કોડીનાર, ઉના, તાલાળા અને સોમનાથ વિધાનસભા મત વિભાગમાં મતદાન મથકોમાં પ્રિસાઇડીંગ તથા પોલીંગ સ્ટાફ સહિત કર્મચારીઓનું બીજુ રેન્ડમાઇઝેશન જનરલ ઓબ્ઝર્વર શાજાદ સીબીલી, એકસપેન્ડીચર ઓબ્ઝર્વરશ્રી શ્રીયર ભટ્ટાચાર્ય, પોલીસ ઓબ્ઝર્વર સામ્બાસીવા રાવ, અને માણાવદર વિધાનસભાની બેઠક પર ઓબ્ઝર્વર રાધાબીનોદ શર્મા, જિલ્લા ચૂંટણી અધિકારી ડો. સોૈરભ પારધી, ગીર સોમનાથ કલેકટર અજય પ્રકાશની ઉપસ્થિતીમાં ચૂંટણીપચ દ્વારા તૈયાર કરાયેલ કોમ્પ્યુટરાઇઝડ સોફટવેર મારફત ચૂંટણી ફરજ માટે જે તે ગામના પોલીસ સ્ટેશન પર ફરજ ફાળવણી સેકન્ડ રેન્ડમાઇઝેશજ કરવામાં આવ્યુૅ હતું. આ તકે રાજકીય પક્ષોના પ્રતિનીધીશ્રીઓની ઉપસ્થિતીમાં અને ખર્ચ નોડલ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી  પ્રવિણ ચોૈધરી, નિવાસી અધિક કલેકટર ડી.કે. બારીયા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી સરવૈયા, મદદનીશ ચૂંટણી અધિકારીઓ જવલંત રાવલ, તુષાર જોષી, માણાવદર ચૂંટણી અધિકારી જોષી સહિત અધિકારીઓની હાજરીમાં સંપન્ન સેકન્ડ રેન્ડમાઇઝેશન કરવામાં આવેલ.

(11:54 am IST)