Gujarati News

Gujarati News

News of Saturday, 13th April 2019

દેવભૂમિ દ્વારકા પંથકમાં ૧૩ વર્ષની સગીરા ઉપરના દુષ્કૃત્યના કેસમાં પકડાયેલ આરોપીને ૧૦ વર્ષની સજા

ખંભાળીયા તા ૧૩ :   દષ્કૃત્યના પોકસો કેસમાં આરોપીને તકસીરવાન ઠરાવી દશ વર્ષની સાદી કેદની સજા ખંભાળીયા કોર્ટે ફરમાવી હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકાના  નાના ભાવડા ગામે વસવાટ કરતા ૧૬ વર્ષની સગીરા ગઇ તા. ૨૭-૬-૨૦૧૭ ના રોજ બપોરના સમયે સાબુ લેવા માટે તેની દાદીની દુકાને એકલી જતી હતી ત્યારે રસ્તામાં તેના લતામાં રહેતો નાગાજણ પાલાભાઇ હાથીયા મળેલ તેણીનું બાવડુ પકડી ત્યાં બાજુમાં આવેલ નાગાજણના કાકાના મકાનમાં લઇ જઇ બંધ મકાન ખોલી સગીરાની ઇચ્છા મરજી વિરૂધ્ધ દુષ્કૃત્ય આચરી ધમકી આપેી જણાવેલ કે આ અંગેની જાણ કોઇને પણ કરીશ તો તને જાનથી મારી નાખીશ, રાત્રે સગીરાના માતાપિતા જામનગર ગયેલ તે પરત આવતા બનાવ અંગેની વાત સગીરાએ તેઓને કરતા, સગીરાએ  જાતેથી દ્વારકાના  પો. ઇન્સ્પેકટર રૂબરૂ ફરીયાદ નોંધાવતા તપાસ કરનાર અધિકારીએ પંચોનામાઓ કરી, સાહેદોના નિવેદનો નોંધી મુદામાલ કબજે કરી ચાર્જશીટ કરેલ હતું.

આ કેસ ખંભાળીયાની સ્પેશ્યલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ કિશોરકુમાર ડી. વડગામાઅ ે કુલ ૨૨ દસ્તાવેજો રજુ કરી ૧૪ સાક્ષીઓને તપાસી દલીલ કરેલ કે  ભોગ બનનાર બનાવ વખતે એકલી જતી હોય તેણીની એકલતાનો તથા મજબુરીનો લાભ લઇ આરોપીએ તેણીની સાથે દુષ્કૃત્ય કરેલ છે. બનાવ વખતે તેણીની ઉંમર ૧૬ વર્ષની હોય, જે હકીકત જોતા આરોપીનુ કૃત્ય ખુબજ ગંભીર ગણાય, આવા બનાવોને સરળતાથી ધ્યાને ન લઇ, ગંભીરતા ધ્યાને લેવુ જોઇએ. જો આવા આરોપીઓને છોડી મુકવામાં આવે તો સમાજ ઉપર ગંભીર અશરો પડશે. જે તમામ દલીલો સાથે સંમત થઇ સ્પે. જજ શ્રી એસ.એમ. સોલંકીએ આરોપીને દશ વર્ષની સાદી કેદની સજાનો તથા રૂા ૧૦,૦૦૦/- દંડનો હુકમ  ફરમાવેલ, જો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સાદી કેદનો હુકમ ફરમાવેલ હતો.

(11:44 am IST)