Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

પોરબંદર : જનરલ સભાના ઠરાવના અમલ સામે મનાઇ હુકમની માંગણી

પોરબંદર, તા. ૧ર : જાગૃત નાગરિક અને આર.ટી.આઇ. એકટીવિસ્‍ટો દ્વારા જાહેર માહિતી અધિકાર ર૦૦પની માહિતી માંગતા ઘણી ચોંકનવારી વિગત વહીવટની બહાર આવતી જાય. માહિતી આપવામાં ચર્ચીત અંદરના લોબી વર્તુળ દ્વારા બહાર આવતી જાય છે. સામાજિક કાર્યકર દિલીપભાઇ લીલાધરભાઇ મશરૂ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ ર૦૦પ નીચે માંગણી માહિતી આપવામાં આવે છે તે આધારે જાણી શકાય છે. મળેલ માહિતી અધિકાર ર૦૦પ નીચે પાલિકાના વહીવટી તંત્ર દ્વારા જવાબદાર જાહેર મદદનીશ માહિતી અધિકારી દ્વારા જે માહિતી મળેલ છે તેનું સંકુલન કરી પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ રાજકોટ ઝોન, રાજકોટ તથા જીલ્લા કલેકટર  પોરબંદર, ગુજરાત નગરપાલિકા ફાયનાન્‍સ અધિકારી, સંસદસભ્‍ય રમેશભાઇ ઘડુક રજુઆત કરી ઘટતી કાર્યવાહી સાથે પગલા લેવા માંગણી કરેલ છે.

જનરલ સભાની કાર્યવાહી સભા આંક ર(બે) તથા જનરલ સભાની કાર્યવાહી નોટીસ આધારે થયેલ કામકાજ અને ઠરાવની ચકાસણી કરી સ્‍થગિત કરવા અથવા રદ કરવા અને જરૂરતના કિસ્‍સામાં ઓડી નીમી તપાસ કરવા અને ત્‍યાં સુધી કરેલ ઠરાવોનો વહીવટ અધિકારી ચીફ ઓફીસ અમલ કરે કે કરાવે નહીં તેવી સુચના સાથે મનાઇ હુકમ આપવા માંગણી કરેલ છે.

આર.ટી.આઇ. દ્વારા આર.ટી.આઇ. અપીલો દ્વારા આયોગ દ્વારા સ્‍થળ, પ્રશ્ન નિકાલમાં તાલુકા અને જીલ્લાકક્ષાના સ્‍વાગત કાર્યક્રમમાં પોરબંદરનગર પાલિકાના વહીવટ સંબંધે રજૂઆતો થતી રહી છે જેથી સરકારશ્રીનાલક્ષી ઉપર આ બાબત આવેલ છે જે ઉપરથી સરકારશ્રીએ ગંભીર નોંધ લઇને નગરપાલિકાના વહીવટીકર્તા અને અધિકારી ચીફ ઓફીસની સુચનાની અમલધારી કરતા નથી. સતાધારી પક્ષના જે સભ્‍યો કહે તેમને આધીન રહીને કામગીરી કરે છે. વિરોધ પક્ષને બાદ રખાય છે. પોરબંદરની પ્રજા અને નાગરિકોના વિશ્વાસ ભંગ કરે છે. ચીફ ઓફીસર વર્ગ-૧ કક્ષાના નાયબ કલેકટર અને સબ ડીવીઝનલ મેજી. સમકક્ષ ગણાય છે અને તે વર્ગના અધિકારીની નિમણૂંક સરકારશ્રી દ્વારા કરવામાં આવે છે. હકીકત સત્‍ય હોવા છતાં સરકારશ્રીના પ્રતિનિધિ તરીકે નગરપાલિકાના ચીફ ઓફીસર જે વહીવટી અધિકારી છે. તે તટસ્‍થ રહીને પોતાની ફરજ વિમુખ રહે છે તે રજુઆતમાં જણાવેલ છે. મેનેજીંગ કમીટી કે સંબંધીત કમીટીમાં મુખ્‍યત્‍વે પાયાના પથ્‍થર મ્‍યુનિસિપલ ઇન્‍જીનીયર ઓવરસીયર અધિકારી તરીકે ચીફ ઓફીસ સભ્‍યોમાં જુદી જુદી સમિતિઓના ચેરમેનો હોય અને તે દ્વારા વિકાસના કામોની ગોગણી થાય તે મુજબ મેનેજીંગ કમીટી કે સંબંધીત કમીટીઓમાં તેની દરખાસ્‍તો તૈયાર થાય. જનરલ બોર્ડમાં મૂકવામાં આવે છે અને જે મંજૂર થયે કિવાસના કામોની કાર્યવાહી તેની જાણ પણ કરવામાં આવે છે ત્‍યારઆપશ્રી દ્વારા થતી નથી. તેવું ચિત્ર ઉપસે છે. ઉલ્લેખનીય છે કે ન્‍યાયમૂર્તિશ્રી જે.બી. પારડીવાલાએ એક ન્‍યાયકીય જજમેન્‍ટમાં સ્‍પષ્‍ટ ટકોર કરી છે કે, ભાડુની હત્‍યારા કરતા ભ્રષ્‍ટ નેતા વધુ ખતરનાક હોઇ શકે.

 અરજીને નિકાલ ન થાય ત્‍યાં સુધી જાહેર પ્રજાના હીતમાં અને સરકારના હીતમાં જનરલ સભાના થયેલા નાણાંકીય ઠરાવ તેમજ જનરલ સભામાં થયેલ નાણાંકીય ઠરાવો જે વિકાસના નામે થયા છે. તેની તટસ્‍થ ઉંડી ચકાસણી થાય અને જે કામગીરી નકકી થઇ હોય અને કરવામાં આવે તે સ્‍પેસીક્રીક ધોરણે થયેલ છે કે નહીં તે પહેલાં મંજૂરી  આપતા પહેલાં આની સ્‍પષ્‍ટતા થવા માટે તાત્‍કાલીક અસરથી વચગાળાનો તેમજ આ અરજીનો નીકાલ ન થાય ત્‍યાં સુધી કાયમી મનાઇ હુકમ આપવ તેમજ આર્થિક વહીવટી બાબતના લગતો પ્રશ્ન હોય જેથી નિષ્‍ણાંત એજન્‍સી દ્વારા તપાસણી કરાવવા રજૂઆતમાં માંગણી કરી છે.

(1:20 pm IST)