Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

વિંછીયાના વાંગધ્રાના ઋત્વિકે વડતાલમાં સ્વામિનારાયણ ધર્મની કંઠી બંધાવી

કેરાળીયા પરિવાર વાંગધ્રા ગામમાં હરખની હેલી સાથે શુભેચ્છા

 જસદણ તા.૧ર : રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના વાંગધ્રા ગામના વતની કેરાળીયા ઇશ્વરભાઇ રામજીભાઇને સંતાનમાં બે પુત્રો છે તેમા નાનો પુત્ર કેરાળીયા ઋત્વિકભાઇનો જન્મ તા.૧૧-૧૧-૨૦૦૪ના રોજ વાંગધ્રા ગામે થયેલ અને તેના પિતાશ્રી હયાત ન હોવા છતા સાધુ થવાનો અડગ નિર્ણય લઇને વડતાલધામ શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં આચાર્યશ્રી મહારાજના હસ્તે કંઠી બંધાવીને તા.૮ ને શુક્રવારે વડતાલધામ સ્વામિનારાયણ મંદિરમાં ભગવા ધારણ કરીને શ્રી કેરાળીયા ઋત્વિકભાઇમાંથી સ્વામી ગુરૂશ્રી રામ સ્વામીના સાનિધ્યમાં સ્વામિનારાયણ ધર્મનો પ્રચાર પ્રસાર કરવા બદલ કેરાળીયા પરિવારનું સંતાન સાધુ બનવા બદલ ગૌરવની લાગણી અનુભવે છે.

(11:33 am IST)