Gujarati News

Gujarati News

News of Tuesday, 12th November 2019

કચ્છ સીમાની સામે પાર પાકિસ્તાની એરફોર્સ દ્વારા યુદ્ધ અભ્યાસ- એર ચીફ માર્શલ મુજાહિદ અનવર ખાને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું

(ભુજ) પાકિસ્તાન ભારત સાથે સરહદ ઉપરના સંબંધોને સતત તંગ રાખવા માંગે છે. કચ્છની સામેપાર સરહદ ઉપર પહેલાં પાકિસ્તાની મરીન કમાન્ડો પછી આર્મીની હીલચાલ પછી હવે પાકિસ્તાન એરફોર્સ સક્રિય થયું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન એરફોર્સ દ્વારા તેમના ગવાદર પોર્ટના એરબેઝ ઉપર યુદ્ધ અભ્યાસ શરુ કરાયો છે. આ યુદ્ધ અભ્યાસ દરમ્યાન હાજર રહેલા પાકિસ્તાની એરચિફ માર્શલ મુજાહિદ અનવરખાને ભારત વિરુદ્ધ ઝેર ઓકતા જણાવ્યું હતું કે, પાકિસ્તાની એરફોર્સ ભારતના હવાઈ હુમલાને પહોંચી વળવા સક્ષમ છે. જોકે, પાકિસ્તાન ના કોઈ પણ પ્રકારના કાંકરીચાળાનો જવાબ આપવા કચ્છ સરહદે ભારતીય એરફોર્સ સજ્જ છે. પણ, પાકિસ્તાન આ વખતે એરફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારને ટાર્ગેટ કરી રહ્યું હોય એવું ગુપ્તચર એજન્સીઓને ધ્યાને આવ્યું છે.

(11:32 am IST)