Gujarati News

Gujarati News

News of Saturday, 12th May 2018

ધોરાજી વાહન અકસ્માત માં ૪ ને ઈજા

 ધોરાજી નજીક ઉપલેટા રોડ પર માલવાહક છોટાહાથી ટેમ્પો અને બોલેરો જીપ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ટેમ્પોમાં સવાર ૪ વ્યકિતઓને ઈજા થવાં પામી હતી.અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફત હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં જેમાં ૨ વ્યકિતઓની હાલત ગંભીર જણાતાં તેમને પ્રાથમિક સારવાર આપી જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતાં.ત્યારે આ અકસ્માતનો ભોગ બનેલ તમામ વ્યકિતઓ ઉપલેટાના ભાયાવદર અને જૂનાગઢના હોવાની સાથે વિરપુરમાં ભરાતી ગુજરી બજારમાં માલનું વહેંચાણ કરીને પરત પોતાના દ્યરે જતાં હતાં એ વેળાએ અકસ્માત સર્જાયો હોવાની વિગતો પ્રકાશમાં આવી હતી... (તસ્વીર કિશોર રાઠોડ)

(12:31 pm IST)