Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અમરેલી : ખાંભાના રબારીકામાં ત્રણ કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો : માલણ નદીમાં ઘોડાપુર: ભારે વરસાદના કારણે ગામમાં પાણી ઘુસ્યા

જાફરાબાદમાં પણ એક કલાકમાં 3 ઇંચ વરસાદ: શેરી - બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા: ટીંબીની રૂપેણી નદીમાં ઘોડાપૂર

અમરેલી પંથકમાં મેઘરાજાની ધમાકેદાર ઈનિંગ જોવા મળી છે.જિલ્લાના જાફરાબાદ, રબારીકા અને રાજુલામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. રબારીકા ગામે 3 કલાકમાં જ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે.જયારે  જાફરાબાદમાં એક કલાકમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. રાજુલા પંથકમાં સારો વરસાદ થયો છે.  ભારે વરસાદને પગલે ગામ નજીકની માલણ નદીમાં પૂર આવ્યું છે અને પૂરના પાણી ગામમાં ધસી ગયા છે. માલણ નદી બે કાંઠે વહી રહી છે

  જાફરાબાદના પાટી, માણસામાં ધોધમાર ત્રણ ઇંચ વરસાદ પડ્યો હોવાથી શેરી-બજારોમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. બીજી તરફ જીકાદ્રી, મોટા માણસા, એભલવડ, ફિસરી, ટીંબીમાં અનરાધાર એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડતા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. તેમજ માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. ટીંબીની રૂપેણી નદીમાં ઘોડાપૂર આવ્યું હતું.

(7:42 pm IST)