Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ધોધમાર વરસાદથી વાહન વ્યવહાર ખોરવાયો :અમરેલી-સાવરકુંડલા વચ્ચે બેઠો પુલ બેસી જતા રસ્તો બંધ : સીમરણ-લાપાળીયા વચ્ચે કોઝ-વે પુલ ધોવાઈ જતા હાઈ-વે બંધ કરાયો

અમરેલી :છેલ્લા બે દિવસથી સૌરાષ્ટ્ર પર ખાસકરીને મેઘરાજા હેત વરસાદી રહ્યા છે. અમરેલીમાં ગઈકાલે થયેલા ધોધમાર વરસાદને કારણે ઠેક-ઠેકાણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. અમરેલી-સાવરકુંડલા વચ્ચે એક બેઠો પુલ બેસી જતા રસ્તો બંધ કરવામાં આવ્યો છે. જ્યારે સીમરણ-લાપાળીયા વચ્ચે કોઝ-વે પુલ ધોવાઈ જતા હાઈ-વે બંધ કરવો પડ્યો છે. આ રસ્તા પરનો વાહન વ્યવહાર સાવરકુંડલાથી નેસડી ચલાલા તરફ ડાઈવર્ટ કરવામાં આવ્યો છે.

(1:15 pm IST)