Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જૂનાગઢમાં રાઉન્ડ ધ કલોક કન્ટ્રોલ રૂમ કાર્યરત

ચોમાસાને ધ્યાને લઇ મહાનગરપાલિકા સતર્ક

જૂનાગઢ તા.૧૦ : અહીયા ચોમાસાની ઋતુ દરમિયાન મહાનગરપાલીકા દ્વારા રાઉન્ડ ધ કલોક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવેલ છે. વિવિધ જગ્યાએ પાણી ભરાવા, વૃક્ષો પડવા, ગટર છલકાવવી વગેરે જેવી અનેક ફરિયાદો કંટ્રોલ રૂમ નં. ૦૨૮૫ ૨૬૨૬૪૭૫ તેમજ ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૩૩૩૧૭૧ ઉપર ફરિયાદ નોંધાવી શકાશે.

જે ફરિયાદનો નિકાલ ન થાય તો કૈઝાદ દસ્તુર (મો. ૯૦૯૯૪ ૯૩૬૧૭) ફાયર સુપ્રીટેન્ડેન્ટ ફાયર બાબતેની ફરિયાદ માટે, હાજાભાઇ ચુડાસમા (મો. ૮૧૨૮૬ ૭૧૫૧૧) ઇલેકટ્રીકલ એન્જી. સ્ટ્રીટલાઇટ બાબતેની ફરિયાદ બાબતે, અલ્પેશભાઇ ચાવડા (મો. ૯૪૨૬૦ ૨૭૯૨૧) વોટર વર્કસ ઇજનેર પાણી તથા પાણીની પાઇપ લાઇન જયા ખોદાયેલ હોય તે બાબતેની ફરિયાદ માટે, લલીતભાઇ વાઢેર (મો. ૯૮૨૫૨ ૨૦૩૩૪) સીટી એન્જી. રોડ - રસ્તામાં ગાબડા પડવા બાબતેની ફરિયાદ બાબતે, દિપકભાઇ ગોસ્વામી (મો. ૯૪૨૮૪ ૩૮૪૩૨) આસી.ઇજનેર વોર્ડ નં.૧,૨,૩,૪,૫,૮,૯,૧૦,૧૧,૧૨,૧૭ તથા રાજુભાઇ કુછડીયા (મો. ૮૧૨૮૬ ૫૬૦૮૧) નાયબ કાર્યપાલક ઇજનેરને વોર્ડ નં. ૬,૭,૧૩,૧૪,૧૫,૧૮,૧૯, ૨૦ રોડ તૂટી ગયેલ હોય કસ્તર બાબતેની ફરીયાદ કરી શકાશે.

એવી જ રીતે રાયદેભાઇ ડાંગર (મો. ૯૯૨૫૪ ૩૬૨૧૪) સેનેટર સુપ્રીન્ટેન્ડેન્ટ અથવા રાજુભાઇ ત્રિવેદી (મો. ૯૪૨૮૯ ૫૩૪૯૯) પર્યાવરણ ઇજનેર કાદવ-સફાઇ - કિચડ - પાણી ભરાવા બાબતેની ફરીયાદ કરી શકાશે. શહેરીજનો અથવા તમામ વોર્ડમાં સેનેટરી ઇન્સપેકટરને પણ ફરિયાદ કરી શકાશે તેમ જનસંપર્ક શાખાની યાદીમાં જણાવાયું છે.

(12:00 pm IST)