Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

વાછકપર બેડીમાં રણમલભાઇ ડોડીયા પર શેઢા પડોશીનો હુમલો

વાડીની ફેન્સીંગ તોડવાની ના પાડતાં ડખ્ખો

રાજકોટ તા. ૧૦: ટંકારાના વાછકપર બેડીમાં રહેતાં રણમલભાઇ લાધાભાઇ ડોડીયા (ઉ.૬૫) નામના રજપૂત વૃધ્ધ પોતાની વાડીએ હતાં ત્યારે શેઢા પડોશી રજપૂત રાજેશભાઇ કરસનભાઇ સાકરીયા અને લાલો રાજેશભાઇએ ઝઘડો કરી પાઇપથી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે ટંકારા જાણ કરી હતી. રણમલભાઇની વાડીના શેઢાની તારની ફેન્સીંગ રાજેશભાઇ તોડતો હોઇ તેને આમ કરતો અટકાવતાં ઝઘડો કરી હુમલો કરાયાનું પ્રાથમિક પુછતાછમાં જણાવાયું હતું. ટંકારા પોલીસ વધુ તપાસ કરે છે.

(11:43 am IST)