Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગોંડલની યુવતીનું અપહરણ કરી ધરાર લગ્ન કરી દુષ્કર્મ ગુજાર્યુ : પ્રેમી સહિત ૧૧ સામે ગુન્હો

પિસ્તોલની અણીએ યુવતીનો બિભત્સ વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી'તી : પ્રેમી બિલીયાળાના મયુર રૂપારેલીયા સહિતના સામે ફરિયાદ

ગોંડલ તા. ૧૦ : ગોંડલની યુવતી ને પ્રેમી તથા તેના પરિવારજનોએ અપહરણ કરી લઈ જઈ ધરાર લગ્ન કરાવી આપ્યા બાદ ધરાર પતિ દ્વારા અનેકવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય પ્રેમી સહિત ૧૧ સામે પોલીસમાં ફરિયાદ થઇ છે.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ પંથકની યુવતીને ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે રહેતા મયુર ચનાભાઈ રૂપારેલીયા તેમજ તેના પરિવારના ૧૧ સદસ્યોએ અપહરણ કરી લઈ જઈ મયુર સાથે લગ્ન કરાવી દીધા બાદ ધરાર પતિ દ્વારા અનેકવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા સિટી પોલીસે આઈપીસી કલમ ૩૭૬, ૩૬૬, ૩૪૪, ૧૨૦ઊંક, ૩૨૩,૫૦૬(૨), ૧૪૪ તથા આર્મ્સ એકટ મુજબ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.યુવતીએ ફરિયાદમાં ધરાર પ્રેમી મયુર રૂપારેલીયા એના પિતા ચનાભાઈ, હંસરાજભાઈ મનજીભાઈ ડોબરીયા, આશિષ પ્રવીણભાઈ વઘાસીયા, રોનક રાદડિયા, દિપક ઉર્ફે લાલો સુરેશભાઈ રૂપરેલીયા, પ્રસન્ના બેન આશિષભાઈ વઘાસિયા, જોન્ટી પાંભર જેતપુર, અરવિંદ બોદર સુરત, પ્રવીણ વઘાસીયા જેતપુર તેમજ મનીષ બોદર સુરત સહિતનો વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા બાદ ગોંડલની યુવતી ને ઉપરોકત શખ્સોએ પિસ્તોલ બતાવી ધમકાવી હતી અને તેનો પતિ બળાત્કાર ગુજારતો હોય તેવી વીડિયો કિલપ પણ બનાવી હતી અને તેને યૂટ્યુબમાં વાયરલ કરી આપવાની ધમકી પણ આપી હતી. ગોંડલ તાલુકા પોલીસે ધરાર પતિ કમ પ્રેમી અને પરિવારજનો સહિત ૧૧ સામે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.(૨૧.૧૭)

(11:29 am IST)