Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જુનાગઢના વોર્ડ નં. ૧૫ની પેટા ચુંટણીમાં ભાજપના સુરેશ પાનસુરીયાનો વિજય

૮૯૯ મતથી વિજય મેળવીને બેઠક જાળવી રાખી

 જુનાગઢ, તા., ૧૦: જુનાગઢનાં વોર્ડ નં. ૧પ ની પેટા ચુંટણીમાં ભાજપનાં સુરેશ પાનસુરીયાનો વિજય થયો છે તેઓએ ૮૯૯ મતથી વિજેતા થઇને બેઠક જાળવી રાખી છે.

વોર્ડ નં. ૧પ ના કોર્પોરેટર જીતુભાઇ હિરપરાનું નિધન થતા ખાલી પડેલી બેઠકની રવિવારે પેટા ચુંટણી યોજાઇ હતી. જેમાં ૪૦.૪૧ ટકા મતદાન થયું હતું.

આજે સવારે ૯ વાગ્યાથી તાલુકા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી જવલંત રાવલની દેખરેખ નીચે મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.જેમાં શરૂઆતથી જ ભાજપનાં ઉમેદવાર સુરેશ પાનસુરીયાને લીડ મળવી શરૂ થઇ હતી.મત ગણતરીનાં અંતે સુરેશભાઇ પાનસુરીયાને ર૪૮૮ અને કોંગ્રેસના ગીરધરભાઇ સોજીત્રાને ૧પ૮૯ મત મળ્યા હતા. આમ ૯૦ર મતથી સુરેશ પાનસુરીયાને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.

આ પ્રમાણે ભાજપે વોર્ડ નં. ૧૫ની બેઠક જાળવી રાખતા પાર્ટીમાં ખુશી છવાઇ ગઇ હતી. વિજેતા ઉમેદવારને આગેવાનો-કાર્યકરોએ શુભેચ્છા પાઠવી હતી. (તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ) (૪.૪)

(11:26 am IST)