Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

બોટાદ જિલ્લાના પાણી પુરવઠાના સમ્પની મુલાકાતે કુંવરજીભાઇ બાવળિયા

બોટાદ  : રાજયના પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાએ બોટાદ જિલ્લાના વિવિધ ગામોની સાથે અન્ય જિલ્લામાં પાણી પુરવઠો પહોંચાડતા બોટાદ જિલ્લાના નાવડા, ભાંભણ અને ઝરીયા સહિતના બોટાદ શહેરની કપલીધાર વિસ્તારમાં આવેલ પાણી પુરવઠાના સંમ્પની મુલાકાત લઈ લોકોને આ સમ્પ મારફત પહોંચાડવામાં આવતા પીવાના પાણીની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું હતું.  કપલીધાર વિસ્તારમાં આવેલ સમ્પમાંથી બોટાદ શહેર તથા ગ્રામ્ય વિસ્તારો સુધી પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જેની મંત્રીશ્રીએ મુલાકાત લઈ આ સમ્પમાં ઉપલબ્ધ પાણી પુરવઠો, મશીનરીનું નિરીક્ષણ કરી, વિવિધ વિસ્તારો સુધી પહોંચાડવામાં આવતા પાણીના જથ્થાની બાબતથી વાકેફ થયા હતા. તેમણે આ તકે ઉપસ્થિત અધિકારી – પદાધિકારીઓ સાથે ચર્ચા – વિચારણા કરી આયોજનબધ્ધ કામગીરી દ્વારા લોકોને પીવાના પાણીની તકલીફ ન પડે તે બાબતે જરૂરી સૂચનો કર્યા હતા. પાણી પુરવઠા પ્રોજેકટના ચીફ જનરલ મેનેજર રવિ સોલંકી, રાજકોટ વિભાગના મુખ્ય ઈજનેર શ્રી મારૂ, જિલ્લા કલેકટર સુજીત કુમાર તેમજ પાણી પુરવઠા વિભાગના અધિકારી – કર્મચારીશ્રીઓ, પદાધિકારીઓ તથા આગેવાનો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:16 am IST)