Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

જામનગરની 21 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો :એક શખ્શને ઝડપી લેવાયો :રાજસ્થાની ગેંગની સંડોવણી ખુલી

જામનગર શહેર માં ઓશવાળ કોલોની માં મકાનમાંથી સોનાના દાગીના અને રોકડ મળી ૨૧ લાખ ની ચોરી થઇ હતી જેનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે એક શખ્સ ને ઝડપી લઇ પૂછપરછ કરતા રાજસ્થાનની ગેંગ ની સંડોવણી ખુલવા પામી છે પકડાયેલા શખ્સ ની સાથે અન્ય છ ના નામ ખુલ્યા છે.

ગઈ તારીખ ૨૫ માં જગદીશચંદ્ર રામેશ્વાલાલ બાલડી બહારગામ ગયા હોય અને પાછળ થી તેમના મકાન માંથી આશરે ૯૭ તોલા સોનાના દાગીના અને રોકડ ચોરી થઇ હતી જે ગુન્હો વણશોધાયેલા હતો, દરમ્યાન એસપી પ્રદીપ સેજુલ અને એએસપી ઉમેશ પટેલ ની સુચનાથી લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો બનાવી ઓશવાળ કોલોની અને શહેર વિસ્તાર માં સીસીટીવી ફૂટેજ નું નિરીક્ષણ અને ટેકનીકલ માધ્યમ નો ઉપયોગ કર્યો હતો.

(11:46 pm IST)