Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

વેરાવળ-પાટણ પાલિકાના 400 સફાઈ કામદારોની છ દિવસથી હડતાલ :જિલ્લો નર્કાગાર બન્યો:સરકારનું એસ્માનું અલ્ટીમેટમ

ગીર-સોમનાથના વેરાવળ સોમનાથને કેન્દ્ર સરકાર દ્રારા આઈકોનીક પ્લેસ જાહેર કરાયું છે ત્યાં હાલ સફાઈ કર્મીઓની છેલ્લા છ દીવસથી હડતાલના કારણે સમગ્ર જિલ્લો નર્કાગાર બન્યો છે. પાલીકાએ વૈકલ્પીક વ્યવસ્થા માટે સરકાર ને જાણ કરી દીધી છે. આ હડતાલી 400 જેટલા કર્મીઓ સામે એશ્મા લાગુ કરવા અલ્ટીમેટમ સરકારે આપી દીધુ છે.

  વેરાવળ પાટણ સંયુક્ત પાલીકા ના 400 જટેલા સફાઈ કર્મીઓ છેલ્લા 6 દીવસ થી હડતાલ પર છે અને પાલીકા સામે પ્રતિક ઊપવાસ કરી રહ્યા છે પરીણામે વેરાવળ પાટણ સોમનાથના અનેક વીસ્તારમા ગટરો ઊભરાવી તેમજ ચોમાસાની જેમ શેરીઓમાં ગટરના ભયાનક દુર્ગંધવાળા પાણી વહી રહ્યા છે. કચરાઓના ઢગલા ચોમેર નઝરે પડી રહ્યા છે આમ વેરાવળનું પાટણ નર્કાગારની સ્થીતીમાં ફેરવાયું છે.

  સફાઈ કર્મીઓની માંગ છે કે વર્ષોથી રોજમદારોને કાયમી કરવા મરણ પામેલા કર્મીના વારસદારોને નોકરી આપવી. આજે 20 થી 25 વર્ષથી રોજમદાર તરીકે કામ કરનારાને કાયમી કરવા તેમજ આઊટ સોર્સીંગ કોન્ટ્રાકટોને આપવા સહીત વીવીધ માંગો સાથે સફાઈ કર્મીની હડતાલ શરૂ થતાં પાલીકા તંત્ર દ્રારા સફાઈ કર્મી આગેવાનો સાથે અનેક મિટિંગો યોજી પરંતુ પાલીકા પાસે સત્તા હોય તે કામગીરી કરાય છે તેવું ચીફ ઓફીસર જણાવી રહ્યા છે.

(8:36 pm IST)