Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

સુરેન્દ્રનગર એલસીબીની આખી ટીમની બદલી

પીઆઇ, પીએસઆઇપ ૧૮ હેડ કોન્સ્ટેબલોની નબળી કામગીરી સામે જીલ્લા પોલીસવડા દિપક મેઘાણીની કડક કાર્યવાહી

વઢવાણ, તા.૯: સુરેન્દ્રનગર એલસીબીની આખી ટીમની બદલી કરી નાંખવામાં આવતા પોલીસ બેડામા ખાળભળાટ મચી ગયો છે. એલસીબી, પીઆઇ, પીએસઆઇ, ૧૮ હેડ કોન્સ્ટેબલોની નબળી કામગીરી સામે જીલ્લા પોલીસવડા દિપકકુમાર મેઘાણીએ કડક કાર્યવાહી કરી છે.

પોંલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીના આદેશથી પ્રવિણભાઇ ગોંવિદભાઇ આત, રવિકુમાર રાણાભાઇ અલગોતર, નિર્મળસિંહ મંગળસિંહ પરમાર, અજીતસિંહ નાગજીભા સોંલકી, કિશોરભાઇ ઘેલાભાળ પારધી, કિશનચંદ્ર છગનલાલ રાઠોડ, ચમનલાલ જશરાજભાઇ પટેલ, દિલીપભાઇ ભુપતભાઇ લોલાડીયા, ધમેન્દ્રસિંહ બહાદુરસિંહ વાધેલા, વિજયસિંહ દીપસિંહ રાણા, સરદારસિંહ ઘનશ્યામસિંહ ગોંહિલ, પ્રતાપસિંહ મોહબતસિંહ પરમાર, જયરાજસિંહ લાભુભાઇ ખેર, આબાદખાન ઇનાયતખાન મલેક, ધવલભાઇ મહેશભાઇ પટેલ, નરેશભાઇ લાભુભાઇ ભોજીયા, કંચનબેન પ્રવિણભાઇ વેગડની આ ઉપરાંત એન.કે. વ્યાસ, પો.ઇન્સની ધ્રાંગધ્રા સીટી પો. સ્ટે. આર.ડી.ગોહિલ, પો.સ.ઇ. ની પો. અને વી.આર.જાડેજા, પો.સ.ઇ.ની પેરોલ ફર્લો સ્કવોર્ડ, સુરેન્દ્રનગરમાં બદલી કર્યાનું બી. અમે. વસાવા નાયબ પોલીસ અધિક્ષક સુરેન્દ્રનગર ડીવીઝન એ જણાવ્યું છે.

સુરેન્દ્રનગર શહેરના મહેતા મારકેટમાં વેચાતા ડુટામકેટ ડિસ્કો તેલમાં લોકોમા અનેક વાર ફરીયાદો ઉઠે છે પરતુ કામગીરી સામાન્ય રહેતી હોય છે? સુરેન્દ્રનગરનું ડુટામેકટ બજાર ગુજરાત સૌરાષ્ટ્રના નેટર્વક ચાલતું હોવાનું અનેક વાર ખુલ્યુ છે. જયારે ગુજરાતનું કમેકશન આ તેલ બજાર સાથે છે.? તે પણ ચોકકસ વાત છે? શહેરના એલ.એમ.બી. શાખાનો હાલતો ભોગ લેવાયો છે જયારે અનેક સ્વાલો લોકોમાં વેપારીઓમાં ચર્ચાનો વિષય બન્યો જ છે? પોલીસ બેડાથી લઇ વેપારીઓ સુધી સન્નાટો છવાઇ જવા પામ્યો છે.(૨૨.૧૦)

(5:05 pm IST)