Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રાજુલામાં ર કલાકમાં ૩ ઇંચ વરસાદ

લીલીયા- ઉનામા હળવા ઝાપટાઃ રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં ધુપ-છાંવ

રાજકોટ તા.૯: રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણનો માહોલ યથાવત છે. આવા હવામાન વચ્ચે અમરેલી જિલ્લાના રાજુલામાં ૨ કલાકમાં ૩ ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું.

જયારે અમરેલી જિલ્લાના લીલીયામાં ૪ મી.મી. અને સોમનાથ જિલ્લાના ઉનામાં ૧ મી.મી. વરસાદ પડયો હતો.

આ જે રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર હવામાનનો માહોલ યથાવત છે અને ધુપ-છાંવવાળું વાતાવરણ છે.

રાજુલાનો અહેવાલ

રાજુલાના પ્રતિનિધિ શિવકુમાર રાજગોરના અહેવાલમાં જણાવ્યું છે કે આજે સવારથી વાદળીયું વાતાવરણ યથાવત છે અને બપોરના ૧૨ વાગ્યા આસપાસ ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ર કલાકમાં ૩ ઇંચ વરસાદ વરસી થયો હતો.

આ વરસાદના કારણે લોકોને ગરમી માંથી રાહત મળી હતી. અને ખેડુતોના હૈયે ટાઢક વળી હતી.

રાજુલા ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

(5:02 pm IST)