Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ધોરાજીનાં તોરણીયા નકલંકધામમાં અષાઢી બીજ મહોત્સવ

ધોરાજી તા.૯ : નકલંક ધામ તોરણીયા ખાતે બે દિવસના અષાઢી બીજ મહોત્સવનું આયોજન કરાયુ છે. જેની તડામાર તૈયારીઓ હાથ ધરાઇ છે.

સંત શ્રી સેવાદાસ બાપા નકલંક ધામ તોરણીયા ખાતે અષાઢી બીજ મહોત્સવનું તા.૧૩-૭-૧૮ થી તા. ૧૪-૭ સુધી આયોજન કરાયુ છે. જેમાં તા.૧૩-૭ સવારે નકલંક ધામ તોરણીયાના મહંત ધમભૂષણ સંતશ્રી રાજેન્દ્રદાસબાપુ, ગુરૂ કરશનદાસબાપુ સહિતના સંતોના હસ્તે લોકમેળો ખુલ્લો મુકાશે. તા.૧૪-૭ના રોજ ધ્વજા રોહણ, મહાપ્રસાદ બંને દિવસે રાત્રીના નવ કલાકે નામાંકીત કલાકારો લક્ષમણ બારોટ, રાજભા ગઢવી, બીરજુ બારોટ, રામદાસ ગોંડલીયા, જીજ્ઞેશ કવિરાજ, દેવરાજ ગઢવી, ગીતાબેન રબારી સહિતના સંતવાણી ભજનની રમઝટ બલાવનાર છે.

ધોરાજીના તોરણીયા નકલંક ધામ ખાતે અષાઢી બીજના બે દિવસના મહોત્સવનું ઉજવણી કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયુ છે. જેમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડનાર છે. આ કાર્યક્રમમાં ભજન, ભોજન, ભકિતના ત્રિવેણી સંગમ સમા કાર્યક્રમને સફળ બનાવવા માટે નકલંકધામ તોરણીયાના મહંત ધર્મભૂષણ સંત શ્રી રાજેન્દ્રદાસબાપુ, ગુરૂ કરશનદાસબાપુના માર્ગદર્શન તળે તડામાર તૈયારીઓ થઇ રહી છે.

(12:24 pm IST)