Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

કચ્છમાં પાકિસ્તાની બોટ સાથે ઝડપાયેલ ત્રણેય ઘુસણખોરોની પૂછપરછ

ભુજ તા. ૯ : છેલ્લા કેટલાય સમયથી કચ્છની ક્રીકમા નાપાક સળવળાટ જોવા મળી રહ્યો છે. તેવામાં રવિવારે કચ્છનાં હરામીનાળા વિસ્તારમાંથી એક પાકિસ્તાની બોટ તથા ત્રણ નાપાક તત્વોને સીમા સુરક્ષા દળના જવાનોએ ઝડપી લીધા હતા.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડર સિકયોરિટી ફોર્સ દ્વારા કચ્છની હદમાં ઘૂસી આવેલા ઘૂસણખોરો હરામીનાળામાં પાકિસ્તાની બોટ સાથે બોર્ડર પિલર નંબર ૧૧૬૬ની પાસે એક કિલોમીટરના ભારતીય એરિયામાં આવી ગયા હતા. ઝડપાયેલા ઘૂસણખોરની બીએસએફના જવાનોએ કરેલી પૂછપરછમાં તેઓ પાકિસ્તાનના સિંધ પ્રાંતના સુજાવલ જિલ્લાના જીરો ગામના હોવાનું અને તેમના નામ શેર અલી, સદ્દામ હુસેન અને અલી મોહમ્મદ છે. આ તમામને પોલીસને સોંપી દેવામાં આવ્યા હતા. આજે તેમને ભુજ જેઆઇસી માં ખસેડીને સલામતી એજન્સીઓ દ્વારા વધુ પૂછપરછ કરશે.(૨૧.૧૨)

(12:13 pm IST)