Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

મોવિયાના દુધીબેન કાલરીયાના સનાયુ જીવનની ઉજવણી

 ગોંડલ તાલુકાના મોવિયા ગામે રહેતા દૂધીબેન ગોરધનભાઈ કાલરીયા ને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં તેમના પરિવારજનો દ્વારા કડવા પટેલ સમાજ મોવિયા ખાતે જન્મ શતાબ્દી સતાયુ જીવન ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે ૯ કલાકે કાલરીયા પરિવાર દ્વારા દીપ પ્રાગટય કરી પરિવારના વટ વૃક્ષ સામ દૂધીબેનની દીર્ઘાયુ માટે પ્રાર્થના કરાઇ હતી બાદમાં દૂધીબેન દ્વારા સર્વે ને આશીર્વાદ આપવામાં આવ્યા હતા દૂધીબેન ના પાંચ પુત્રો સ્વ. ગોવિંદભાઇ, મગનભાઈ, વલ્લભભાઈ, પ્રાણલાલ અને વિનોદરાય અને સાત દીકરીઓ સહિત ભાણેજ અને કૌટુંબિકજનો હજાર રહી સાંસ્કૃતિક ઢબે જન્મોત્સવ ઉજવ્યો હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે દૂધીબેન આજે પણ કડે ઘડે છે પોતાનું નિત્ય કર્મ પોતાની હથેજ કરી રહ્યા છે જરૂરું પડ્યે પરિવારના કામકાજ માં હાથ પણ દેવડાવતા હોય છે, આંખે ચશ્મા પણ નથી, અને હાલ છઠ્ઠી પેઢી ના સંતાનોને રમાડી રહ્યા છે, તેમના હર્યા ભર્યા પરિવારમાં આજે ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.(૨૨.૮)

(12:10 pm IST)