Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

ગોંડલના ચરખડી પાસે ૫૪ બોટલ દારૂ સાથે બે શખ્સો પકડાયા

ચોરડીના સોહિલ અને વિરપુરના અતુલ સખીયાની ધરપકડ

ગોંડલ તા. ૯ : તાલુકાના ચરખડી ગામ પાસે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા.

મળતી વિગતો મુજબ ગોંડલ તાલુકા પોલીસના કોન્સ્ટેબલ વિપુલભાઈ ગુજરાતી, ચંદ્રરાજસીંહ જાડેજા, મહિપાલસિંહ ચુડાસમા, ક્રુષ્ણરાજસિંહ જાડેજા ગોંડલ પેટ્રોલિંગ માં હતા તે દરમિયાન ચરખડી ગામની સિમ માંથી મોટર સાયકલ ઉપર ઈંગ્લીશ દારૂ લઈ જતા સોહિલ સલીમભાઈ મડમ રહે ચોરડી, અતુલ મનજીભાઈ સખીયા રહે વીરપુર ને ઈંગ્લીશ દારૂ બોટલ નંગ-૫૪ કિ.રૂ.૧૯.૫૦૦ સાથે પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.

(12:08 pm IST)