Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

માંડવી : નાફેડ દ્વારા કરાતી મગફળીની ખરીદીમાં ૫૮ લાખની છેતરપિંડી

ભુજ તા. ૯ : રાજય સરકાર દ્વારા નાફેડના માધ્યમ થી ટેકા ના ભાવે કરાતી મગફળીની ખરીદીમાં ૫૮ લાખની છેતરપીંડી કરવા બદલ માંડવી પોલીસમાં ત્રણ શખસો વિરુદ્ઘ ગુનો નોંધાયો છે.

નાફેડ વતી કાર્ય કરતી ગુજપ્રો કંપનીના હેમંત ભીખુભાઇ નાયક દ્વારા માંડવીની રૂકમાવતી રૂરલ એગ્રો પ્રો. કંપનીના કાંતિલાલ રતિલાલ રાબડીયા, ઉપરાંત ટેકાના ભાવે ખરીદી માટે રખાયેલ કર્મચારીઓ ધર્મેશ વિસાવલિયા અને પંડ્યા એમ ત્રણ જણા વિરુદ્ઘ ખોટા દસ્તાવેજો ઉભા કરી ષડ્યંત્ર રચવાના આરોપ સાથે ગુનો દાખલ કરાયો છે.

મગફળીની કુલ કરાયેલ ૧૬ કરોડ ૪૫ લાખની ખરીદી પૈકી મગફળીની ખરીદાયેલી બોરીની સંખ્યામાં છેકછાક કરીને બે ખોટી પહોંચ થકી ૫૭.૯૬ લાખ રૂપિયાની છેતરપીંડી કરાઈ હોવાનું ધ્યાને આવતા માંડવી પોલીસમાં ફોજદારી ફરિયાદ કરાઇ છે.(૨૧.૧૬)

(12:08 pm IST)