Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

ધ્રોલ પાસે આવેલ ઊંડ -1 ડેમના 13 દરવાજા પાંચ ફૂટ ખોલાયા : ઉપરવાસના ગામડામાં એક -બે કલાકમાં ચારથી આઠ ઇંચ વરસાદ ખાબક્યો : ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં પૂર : ગામડામાં પાણી ઘુસ્યા

જામનગર જિલ્લાના ધ્રોલ પાસે આવેલ ઊંડ -1 ડેમના 13 દરવાજા પાંચ પાંચ ખોલી નાખવામાં આવ્યા છે ડેમના  ઉપરવાસના ગામડાઓમાં એકાદ બે કલાકામાં  ચારથી આઠ ઇંચ જેવો ભારે વરસાદ ખાબકતા ડેમમાં પાણીની આવકમાં જબરો વધારો થતા ડેમના 13 દરવાજા ખોલાયા છે ભારે વરાસાદને કારણે સર્વત્ર જળબંબોળ જેવી સ્થિતિ સર્જાઈ છે અને  ગ્રામ્ય  વિસ્તારની નાની નદીઓમાં ભારે પૂર આવ્યા છે રાત્રે કેટલાક ગામડામાં ભારે પૂર આવ્યાનું જાણવા મળે છે

  છેલ્લે 1994 અને 2007માં દરવાજા ખોલાયા હતા જયારે હાલમાં ફરીવાર દરવાજા ખોલાયા છે હાલમાં લખાઈ છે ત્યારે વરસાદ થઁભી ગયો છે પરંતુ પાણી ગામમમાં ભરાઈ તેવી શકયતા છે

(11:20 pm IST)