Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સોળીયામાં દરગાહ પર વીજળી પડીઃ કોટડાસાંગાણીમાં એક કલાકમાં બે ઈંચ વરસાદ ગોંડલી ડેમ ઓવરફ્લો થતા એલર્ટ

કોટડાસાંગાણી, તા. ૭ :  કોટડાસાંગાણીમા સતત બીજા દિવસે ચાર વાગ્યાના સુમારે ધોધમાર એક કલાકમા બે ઈંચ વરસાદ પડતા ગામની બજારોમા પાણી પાણી થઈ જવા પામ્યા હતા. જયારે બસ સ્ટેન્ડ પાસેનુ નાલુ બે કાંઠે વહેવા લાગતા આંબલી નજીક એક ફુટથી વધુ પાણીનો ભરાવો થયો હતો જે ને લઈને વાહન ચાલકોને હાલાકિ ભોગવવાનો વારો આવ્યો હતો જયારે ભારે વરસાદના કારણે તાલુકાના ગામોમા બીન રહેણાંક મકાનને નુકસાન તેમજ ધરાસાઈ થવાના બનાવ સામે આવતા તાલુકા તંત્રમા દોડાદોડી થઈ હતી. જેમા બગદડીયામા પરસોતમ મનજી ધોળકિયાનુ કાચુ મકાન આણંદપર નવાગામમા દેવશી પોલાભાઈ મેવાસીયાનુ મકાનઙ્ગ રામોદમા વાદ્યજી ગોપાલ શેખડાના ઢોર બાંધવાના મકાનને નુકસાન તેમજ ધીરૂ ગોરધન શેખડાના કાચા મકાનના નરીયાની છત ધરાસાઈ થઈ હતી. જયારે ચાંપાબેડામા પણ બે મકાનને નુકસાન થવા પામ્યુ હતુ.ઙ્ગ

જયારે સોળીયા ગામે આવેલ પીરની દરગાહ પર વીજળી પડતા શીખર પર આવેલ મીનારાને નુકસાન થયુ હતુ. જયારે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વાછપરી ડેમમા પુર આવતા હજારો કયુસેક પાણીની આવક થતા ઓવરફ્લોમા વધારો થયો પરંતુ સદનશીબે કોઈ તાલુકામા કોઈ જાનહાની થયો  ન હતો જયારે ગોંડલી ડેમ પણ ઓવરફ્લો થતા તંત્ર દ્રારા કોટડાસાંગાણી ખરેડા પાંચીયાવદર સહીતના ગામોને એલર્ટ કરાયા હતા.બંને ડેમ ઓવરફ્લો થતા ખરેડાની નદીમા ભારે પુર આવ્યુ હતુ.

(11:47 am IST)