Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

વઢવાણના વોર્ડનં.૧ વિસ્તારમાં ગંદા પાણીના તળાવો : મચ્છરોનો ઉપદ્રવ : રોગચાળાનો ભય

વઢવાણ તા.૭ : નગરપાલીકા સ્વચ્છતા બાબતમાં ભારે બેકાળજી દાખવી રહ્યા છે અને વઢવાણના અનેક વિસ્તારોમાં બેકાળજી રહેલ. ન.પા. સામે અનેક ફરીયાદો ઉઠવા છતા પણ બે ધ્યાન રહી અને લોકોને મળવી જોઇએ એ સુવિધા આપવા નિષ્ફળ રહેતા મહિલાઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

વોર્ડનં.૧માં પાપાગત સુવિધા આપવામાં આ વઢવાણ ન.પા. નિષ્ફળ રહી હોવાનુ હાલમાં દિવ્યાબેન વૈષ્ણવ દ્વારા મહિલાઓ સાથે મીડીયામાં રજૂઆત કરવામાં આવેલ છે. વોર્ડનં.૧માં હાલ રસ્તા ઉપર પાણી ઉભરાતી ગટરો અને ઉત્પન થયેલ મચ્છરોનો ઉપદ્રવ ત્રાસ હોવાનુ સફાઇ કરવા કરાવવામાં બેદરકાર ન.પા.ને અનેક વાર રજૂઆત લેખીતમાં કરવામાં આવેલ હોવા છતા પણ તેનુ નિરાકરણ આવ્યું ન હોવાનુ જણાવવામાં આવેલ છે.

વોર્ડ નં.૧માં ગંદકી અને મચ્છરો ઉત્પન્ન થતા ઘરે ઘરે માંદગીના ખાટલા ખડકાયા હોવાનુ નળ માં જળ સાથે ગટર ગંગાનું પાણી વોર્ડ નં.૧માં આવે છે જે પીવા માટે તો નહી પરંતુ આ પાણી વપરાશમાં પણ કામમાં ન આવે તેવુ પાણી વોર્ડ નં.૧માં અપાતુ હોવાનુ રજૂઆતમાં હાલ દિવ્યાબેન દ્વારા કરાઇ છે. બાજુમાં જ એક સ્કુલ છે જેના શિક્ષક દ્વારા જણાવાયુ હતુ. વોર્ડનં.૧માં જ જયા શાળા પાસે જ ગંદકી છે ગટરના ઉભરાતા પાણી ભરાઇ છે મચ્છરોના ઝુંડ ઉભરાઇ રહ્યા છે પાણી ભરાઇ રહેતા બાળકોના આરોગ્ય ઉપર પણ અસર થઇ રહેલ છે. ત્યારે આ સમસ્યા કાયમી છે રોડ રસ્તા લાઇટ સફાઇ દવાનો છંટકાવ પાણીની લાઇનમા દુર્ગંધયુવક પાણી વગેરે સમસ્યાનુ નિરાકરણ લાવવા માટે રજૂઆત કરાઇ છે. સત્વરે નિરાકરણ લાવવા માંગ ઉઠી છે.

(11:22 am IST)