Gujarati News

Gujarati News

News of Saturday, 7th September 2019

સાંજે ચાર હજારથી વધુ લોકો સમુહ પ્રસાદ લેશે મહાઆરતી-નેજો ચડાવાશે-તડામાર તૈયારી

વાંકાનેરના કુંભારપરામાં સોમવારે શ્રી રામદેવપીર મંદિરે રાત્રે શ્રીરામદેવપીરનો હરખનો માંડવોઃ સાધુ - સંતો અને રાજકીય/અગ્રણીઓ દર્શને પધારશે

વાંકાનેર તા. ૭ : કુંભારપરામાં આવેલ પ્રસિદ્ધ શ્રી રામદેવપીરના મંદિરે તા.૯ ને સોમવારે સવારથી રાત્રી સુધી ધાર્મિક કાર્યક્રમો - મહાપ્રસાદ સહીતના પાવન પ્રસંગો ભકિતભાવથી ઉજવાશે.

કુંભારપરા રામામંડળ તથા સમસ્ત કુંભારપરા વિસ્તારના ભાવીકો દ્વારા દર વર્ષે ભાદરવા સુદ અગીયારસના આ મંદિરનો વાર્ષિક પ્રતિષ્ઠા મહોત્સવ ધામધુમથી અને ભાઇચારા સાથે સૌ સાથે મળીને ભવ્યતાથી ઉજવે છ.ેતા.૯ મીને સોમવારે શ્રી રામદેવપીરના સાનિધ્યમાં સવારે ૧૧ વાગ્યે બાપાને નેજો ચઢાવાશે ત્યાર બાદ મહાઆરતી થશે જેમાં દર્શન માટે સમસ્ત કુંભારપર અને આસપાસમાંથી મોટી સંખ્યામાં ભાવીકો ઉમટી પડે છ.ે

સાંજે ૬-૩૦ કલાકે સયન આરતી બાદ મંદિર પાસેના વિશાળ પટાંગણમાં ૭ વાગ્યાથી મહા પ્રસાદનો પ્રારંભ થશે. જેમાં કુંભારપરા સમસ્ત ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો પ્રસાદ - દર્શન માટે પધારે છે.

આયોજકોના જણાવ્યા અનુસાર દર વર્ષે ચારથી પાંચ હજાર લોકો માટે મહા પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે. અને આમાં શ્રી રામદેવપીરના શ્રદ્ધાળુઓનો પુરો સહયોગ મળી રહે છ.ે

સતત ૧૯ વર્ષથી શ્રી કુંભારપરા રામામંડળ અને સમસ્ત આ વિસ્તારના લોકો દ્વારા આ મહા પ્રસાદ અને ધર્મ-ભકિતના કાર્યક્રમો આ મંદિરે ભવ્યતાથી ઉજવાય છે. આ વર્ષે લીલાનેજા વાળા શ્રી રામદેવપીરની કૃપાથી સમગ્ર ગુજરાતમાં મેઘવર્ષાથી નદી-નાળા-ડેમો પણ ભરાય ગયા છ.ે સર્વત્ર ખુશીનો માહોલ છે. ત્યારે આ વર્ષે શ્રી કુંભારપરા રામામંડળ દ્વારા આ મંદિરે તા.૯ સોમવારે રાત્રે ૧૦ વાગ્યાથી ''શ્રી રામદેવપીરનો હરખનો માંડવો'' રાખેલ છે.જેમાં રાવળદેવ હરેશભાઇ મેરૂભાઇ પનારા તેમજ ડાક વગાડવામાં ઉસ્તાદ વિરમભાઇ પનારા સહીતના કલાકારો પધારશે અને રાત્રીને શ્રી રામાબાપાના ગુણગાન સાથે ભકિતમય બનાવશે.

એકમાસથી તૈયારી કરી રહેલા આયોજકોએ જણાવેલ કે આ વર્ષે મહા પ્રસાદ - દર્શન માટે વર્તમાન સંસદસભ્ય, સહીત અનેક રાજકીય - સામાજીક અને ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા અગ્રણીઓ  બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.

શ્રી રામદેવપીર મંદિર કુંભારપરામાં યોજાનાર આ પાવન પ્રસંગો અને મહા પ્રસાદ માટે સર્વે ભાવીક-ભકતોને પધારવા શ્રી કુંભારપરા રામામંડળ અને સમસ્ત કુંભારપરા દ્વારા નિમંત્રણ આપતા મંદિરના મહંત જદુરામબાપુ ગોંડલીયાએ જણાવ્યું છે.(૬.૮)

(10:21 am IST)