Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ દ્વારા વેબિનારનું આયોજન

આર્મીમાં જોડાવા ઇચ્છુક માટે

ગીર-સોમનાથ, તા.૦૬ : જિલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર  સોમનાથ દ્વારા ગીર સોમનાથના રોજગાર ઇચ્છુક ઉમેદવારો પોતાની ઉત્તમ કારકિર્દીનું ઘડતર કરે તે માટે વિવિધ પ્રવૃતિ કરવામાં આવે છેભારતીય સૈન્યની દર વર્ષે ભરતી રેલીનું આયોજન કરવામાં આવે છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાનો સારો દેખાવ રહ્યો છેરોજગાર કચેરી ગીર સોમનાથ દ્વારા *ભારતીય સૈન્યમાં જોડાવા માટે કેવી રીતે શારીરિક  અને દસ્તાવેજી તૈયારી કરવી..? વિષય ઉપર તા.૦૭/૦૮/૨૦૨૦ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે ગૂગલ મીટ એપ્લિકેશન દ્વારા વેબિનારનું આયોજન કરવામાં આવેલ છે. જે માટે https://meet.google.com/stv-zzzc-qiw લીંક દ્વારા ગૂગલ મીટ એપ્લિકેશન દ્વારાં ઓનલાઈન વેબીનારમાં જોડાઈ લાભ મેળવી શકાશે. જેનો વધુમાં વધુ યુવાનો લાભ લેવા જિલ્લા રોજગાર અધિકારીશ્રી ધોળકિયાની યાદીમાં જણાવાયું છે.

(9:44 pm IST)