Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

લાલપુર-ખંભાળીયા-ભાણવડ-કલ્યાણપુરમાં ર ઇંચ

જામજોધપુર-ભુજમાં દોઢઃ અંજાર-મુંદ્રા-પોરબંદરમાં ૧: જામનગર-રાણાવાવમાં પોણો ઇંચ વરસાદ

રાજકોટ તા. ૬ :.. રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવો ભારે વરસાદ વરસી રહ્યો છે.

જેમાં જામનગરના લાલપુર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયા, ભાણવડ, કલ્યાણપુરમાં ર ઇંચ વરસાદ પડયો છે.

જામજોધપુર-ભુજમાં દોઢ, અંજાર-મુંદ્રામાં અને પોરબંદરમાં ૧ અને જામનગર-રાણાવાવમાં પોણો ઇંચ વરસાદ પડયો છે.

જામનગર

જામનગર : આજે બપોરે જામનગર જીલ્લાના લાલપુરમાં ર ઇંચ, જામજોધપુરમાં દોઢ ઇંચ, જામનગરમાં પોણો ઇંચ, જોડીયામાં અડધો ઇંચ અને કાલાવડમાં વરસાદી ઝાપટા પડયા છે.

દેવભૂમિ દ્વારકા

 ખંભાળીયા : દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુર, ખંભાળીયા અને ભાણવડમા બે-બે ઇંચ વરસાદ પડયો છે.

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળીયામાં આજે બપોરે ર ઇંચ વરસાદ પડતા નીંચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતાં.

કચ્છ

ભુજ : કચ્છમાં પણ ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે. જેમાં ભુજમાં દોઢ ઇંચ, અંજાર-મુંદ્રામં એક ઇંચ, ભચાઉ, ગાંધીધામ, લખપત, રાપર, માંડવી, નખત્રાણામાં ઝાપટાથી માંડીને પોણો ઇંચ વરસાદ પડયો છે.

જુનાગઢ

જુનાગઢ : જુનાગઢ જીલ્લાના માંગરોળમાં દોઢ ઇંચ, કેશોદ- વંથલીમાં પોણો ઇંચ તથા જુનાગઢ શહેરમાં અડધો ઇંચ અને માણાવદરમાં વરસાદી ઝાપટા પડયા છે.

પોરબંદર

પોરબંદર જીલ્લામાં પણ ઝાપટાથી ૧ ઇંચ વરસાદ પડયો છે જેમાં પોરબંદરમાં ૧ ઇંચ, રાણાવાવમાં પોણો ઇંચ અને કુતીયાણામાં ઝાપટા પડયા છે.

રાજકોટ

રાજકોટ જીલ્લાના કોટડાસાંગાણીમાં ૪ મી. મી. વરસાદ પડયા છે. જયારે રાજકોટ અને ગોંડલમાં છાંટા પડયા હતાં.

(4:07 pm IST)