Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જાફરાબાદ અને બગસરામાં દારૂ વેંચતા મહિલા સહિત બે ઝડપાયા

અમરેલી,તા.૬: જાફરાબાદ, ચોરા વિસ્તાર, હરસિધ્ધી માતાનાંમંદિર પાસે બારૈયા શેરીમાં રહેતો યોગેશ વિનોદભાઇ બારૈયા,  (ઉવ. ૩૩) (ધંધો-મંજુરી)ગેરકાયદેસર ભારતીય બનાવટનાં વિદેશી દારૂ પોતાનાં કબ્જામાં રાખી વેંચાણ કરે છે અને તે મોટર સાયકલમાં ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની ડીલીવરી કરવા તેના ઘરેથી નિકળી ચોકમાં થઇ બસ સ્ટેન્ડ તરફ જવાનો છે તે દરમિયાન બસ સ્ટેશન તરફથી  બાતમી વર્ણન વાળુ મોટર સાયકલ લઇ નિકળતા તેને રોકી ચેક કરતા ઇગ્લીશ દારૂની હેરા-ફેરી કરતા અને સગે-વગે કરવાની પેરવીમાં હોય, જે અન્વયે પકડી પાડવામાં સફળતા મળેલ છે.

જ્યારે રમેશભાઇ બાંભણીયા રહે. ગામ- દેલવાડા,તા.ઉના, મહેશભાઇ કથુભાઇ લાલુ રહે. ગામ- ડેડાણ,તા.ખાંભા નાસી ગયા હતા.

ભારતીય બનાવટના ઇગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો કુલ નંગ-૩૯, કિ.રૂ.૧૭,૪૩૦/- તથા મોટર સાયકલ નંગ-૧, કિ.રૂ.૩૫,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂ.૨૫,૦૦૦/- એમ કુલ કિ.રૂ.૭૭,૪૩૦/- નો પ્રોહી. મુદ્દામાલ કબ્જે કરેલ છે. મજકુર પકડાયેલ આરોપી વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે. તેમજ પકડવાનાં બાકી આરોપીઓને પકડી પાડવા ચક્રો ગતીમાન કરેલ છે. ઙ્ગ

તેમજ અન્ય એક એસ.ઓ.જી.ટીમ બગસરા પો.સ્ટે., વિસ્તાર પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, બગસરા-અમરેલી રોડ ઉપર આવેલ જુના કોળી વાસમા રહેતા કંચનબેન  અરવિંદભાઇ છનાભાઇ જીંઝુવાડીયા રહે.બગસરાવાળા પોતાના રહેણાક મકાને ગે.કા. દેશી પીવાના દારૂનુ વેચાણ કરે છે તેવી હકીકત મળતા સદરહું જગ્યાએ રેઇડ કરતા દેશી દારૂ આશરે ૬૫ લીટર મળી આવેલ હોય જે ૬૫, લીટર દારૂની કૂલ કિ.રૂ.૧૩૦૦/- ગણી મુદ્દામાલ કબ્જે કરી મજકુર તેણી વિરૂધ્ધ બગસરા પો.સ્ટે.,માં ગુન્હો રજી. કરાવી આગળની ઘટતી કાર્યવાહી અર્થે સોંપી આપેલ છે.

આમ, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાયની સુચનાં હેઠળ એસ.ઓ.જી. પો.સ.ઈ.શ્રી એમ.એ.મોરી તથા એસ.ઓ.જી.ટીમને ભારતીય બનાવટના વિદેશી દારૂનાં જથ્થાના હેરા-ફેરી કરતા એક ઈસમને પકડી પાડવામાં તથા દેશી દારૂનું વેંચાણ કરનારને ઝડપી પાડવામા સફળતા મળેલ છે.

(1:13 pm IST)