Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જામકંડોરણા અને રાજકોટના ભીમો અને ભોલો કારમાં દારૂ લઇ જતા જામનગરમાં ઝડપાયા

જામનગર,તા.૬ :  જામનગર કાલાવડ હાઇવે રોડ ઉપર મોટી માટલીગામના પાટીયા પાસે રાધે હોટલ પાસેથી અર્ટીગા કાર માંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૨૦ કિ.રૂ. ૪૮,૦૦૦/- તથા રોકડ રૂ, ૪૨૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-ર કિ.રૂ. ૧૦૦૦૦/- તથા અટીંગા કાર કિ.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૫,૬૩,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આરોપીઓ વિરૂધ્ધ પો. હેડ.કોન્સ. ખીમભાઇ ભોચીયાએ ફરીયાદ રીપોર્ટ આપતા પો.હેડ કોન્સ. અશોકભાઇ સોલંકીએ પ્રોહીબીશન ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને દારૂ સપ્લાય કરનાર જે.ડી. રહે, થાન તથા દારૂ મંગાવનાર જયરાજસિંહ ધનશ્યામસિંહ જાડેજા રહે. ગોકુલનગર, શેરી નંબર-૭ જામનગર વાળાને ફરારી જાહેર કરેલ છે. (૧) યુવરાજસિંહ ઉર્ફે ભીમો નાથુભા જાડેજા રહે. જામકંડોરણા, ભાદરાના નાકે,  (૨) નિર્મળસિંહ ઉર્ફે ભોલો ગુલાબસિંહ જાડેજા રહે. રાજકોટ મોરબી રોડ, સરકારી આવાસ આ કાર્યવાહી પો.ઇન્સ.   એમ.જે.જલુની સુચના થી પો.સ.ઇ  આર.બી.ગોજીયા તથા પો.સ.ઇ. કે.ક.ગોહીલ તથા એલ.સી.બી. સ્ટાફના જયુભા ઝાલા, હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપ તલવાડીયા, અશ્વિનભાઇ ગંધા,ફીરોજભાઇ દલ, અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ખીમભાઇ ભોચીયા, હીરેનભાઇ વરણવા, લાભુભાઇ ગઢવી, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાધલ, નિર્મળસિંહ બી.જાડેજા, પ્રતાપભાઇ ખાચર, નિર્મળસિંહ જાડેજા સંજયસિંહ વાળા, અજયસિંહ ઝાલા, બળવંતસિંહ પરમાર,સુરેશભાઇ માલકીયા, લખમણભાઇ ભાટીયા, ભારતીબેન ડાંગર, એ.બી.જાડેજા તથા અરવીંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:06 pm IST)