Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

લોધીકાના મોટા વડા ગામે જુગારનો દરોડોઃ ૯ પતાપ્રેમીઓ ઝપટે ચડી ગયા

રાજકોટ, તા., ૬: લોધીકાના મોટાવડા  ગામે જાહેરમાં જુગાર રમતા ૯ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ લોધીકાના મોટા વડા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા પીએસઆઇ એચ.એમ.ધાંધલ તથા પીએસઆઇ કે.એ.જાડેજાના માર્ગદર્શન હેઠળ એએસઆઇ હરદીપસિંહ જાડેજા સહીતના સ્ટાફે રેઇડ કરી જુગાર રમતા સુરપાલસિંહ અશોકસિંહ જાડેજા, વલ્લભભાઇ પોપટભાઇ પાંભર, મહેન્દ્રસિંહ પ્રતાપસિંહ જાડેજા, લાલજીભાઇ નરશીભાઇ બલોણીયા, જગદીશસિંહ મહીપતસિંહ જાડેજા, દશરથસિંહ ચંદુભા જાડેજા, રજની રસીકભાઇ ટંકારીયા, મહેશ દિનેશભાઇ રાઠોડ તથા જગદીશ બેચરભાઇ રાઠોડ રે.તમામ મોટાવડાને રોકડા રૂ. ૧૭,ર૦૦ તથા એક બાઇક મળી કુલ રૂ. ૪ર,ર૦૦ના મુદામાલ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:48 am IST)