Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ભાવનગરના દેવગાણા ગામે બોગસ ડોકટર ઝડપાયો

ભાવનગર,તા.૬:ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ડીગ્રી વિના દવાખાના ખોલી બેઠેલ બોગસ ડોકટરો લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોવાનું  પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડના ધ્યાને આવતા ઝુંબેશ હાથ ધરેલ અને ભાવનગર એસ.ઓ.જી. શાખાને ખાસ કામ સોપેલઙ્ગ

ઙ્ગ જે અનુસંધાને એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર વી.વી.ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. પોલીસે શિહોર તાબેના દેવગાણા ગામે ડીગ્રી વિના દવાખાનુ ખોલી બેઠેલ અનીલભાઇ રામજીભાઇ બારૈયા/પાલીવાલ બ્રાહ્મણ ઉ.વ.૨૫ રહેવાસી દેવગાણા જુની સુતારવાડી તાલુકો શિહોરને દેવગાણા કેન્દ્રવર્તી શાળા પાસે આવેલ તેના દવાખાનેથી જુદી-જુદી એલોપેથીક દવાઓ તથા મેડીકલ સાધનો મળી કુલ રૂપિયા ૩૨૧૧૮/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી મજકુર સામે કાયદેસર કાર્યવાહી કરી એસ.ઓ.જી.ના પોલીસ કોન્સ. દિલીપભાઇ ખાચરે મેડીકલ પ્રેકટીસનર એકટ તળે શિહોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુન્હો રજીસ્ટર કરાવેલ હતો.

ઙ્ગ આ કામગીરીમાં હેડ કોન્સ. જગદીશભાઇ મારૂ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. હારીતસિંહ ચૌહાણ તથા દિલીપભાઇ ખાચર તથા ડ્રાઇવર પોલીસ કોન્સ. ભગીરથસિંહ રાણા જોડાયા હતા.

(11:43 am IST)