Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ચોટીલા ડૂંગર પર કુદરતી સૌદર્ય

વરસાદી વાતાવરણ વચ્ચે અનોખુ દ્રશ્ય જોવા ભીડ સર્જાઇ

વઢવાણ,તા.૬: લાંબા સમય બાદ વરસાદે ફરી પધરામણી કરી છે ત્યારે સૌરાષ્ટ્રઙ્ગ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે ડુંગળા વિસ્તાર સોળે કળાએ ખીલી ઉઠ્યા છે. વરસાદની બુંદોથી કુદરતે પણ પોતાના અદભૂત નજારો એક નયનરમ્ય નજારો ચોટીલા ડુંગર વિસ્તારમાં જોવા મળ્યો છે. આકાશમાં દ્યેરાયેલા કાળાડિબાંગ વાદળો અને ધરતી પર અડીખમ ઉભેલો ચોટીલા ડુંગર અદભૂત નજારો પ્રવાસીએ કેમેરામાં કેદ કર્યો હતો.

બુધવારે ચોટીલા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો. અને વરસાદ પણ પડ્યો હતો. ત્યારે વર્ષાઋતુ એ જાણે ચોટીલાના ડુંગર ઉપર હેત વરસાવ્યો હોય એમ ડુંગર અને આસપાસના વિસ્તારમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું હતું. ડુંગરનો આ અદભૂત નજારો જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા.

ચોટીલા પંથકમાં ડુંગરની આસપાસના આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું છે. અને નીચે ડુંગર ઉપર લીલીછમ લીલોતરી દેખાય છે. આ અદભૂત નજારો જાણે એક કુદરતી સૌંદર્ય તસવીરો ચિત્રકારે દોરી હોય. આ અદભૂત દ્રશ્ય ચોટીલા માં દર્શન કરવા આવેલા કોઈ ભકત પોતાના મોબાઇલના કેમેરામાં કેદ કર્યું.

ઉલ્લેખનીય છે કે , બુધવારે સુરેન્દ્રનગર પંથકમાં વરસાદી માહોલ જામ્યો હતો. વઢવાણ, ચોટીલા, લીમડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. આમ વાતાવરણ આહલાદક બન્યું હતું.

(11:43 am IST)