Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે અલ્પાબા ડોડીયાની વરણી

સાવરકુંડલા તા. પ :.. આ અગાઉ રૂરલ પોલીસ સ્ટેશનમાં સુંદર અને સરાહનીય કામગીરી કરનાર અલ્પાબા ડોડીયાને થોડાક ટાઇમ માટે રાજુલા ખાતે બદલી કરવામાં આવેલ હતી શ્રી અલ્પાબા ડોડીયાએ રાજૂલામાં અસામાજીક અને લુખ્ખા તત્વોની શાન ઠેકાણે લાવી કાયદાનુ ભાન કરવી દીધી હતી. અને અમુક લુખ્ખા તત્વો અને રોમીયોગીરી કરતા રોમીયોને ભોતર કરી દીધા હતાં. અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી એટલી હદે સારી હતી કે આજે પણ રાજૂલાની જનતા અલ્પાબા ડોડીયાને ફરી રાજૂલા મુકવાની માંગ બુલંદ બનાવી રહ્યા છે. મહીલા ઇન્ચાર્જ પીઆઇ અલ્પાબ ડોડીયા રાજુલામં કરેલ સુંદર અને પ્રસંશનીય કામગીરીથી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ પીઆઇ તરીકે વરણી પામતાની સાથે જ સાવરકુંડલા તાલુકાના લુખ્ખા અને અસામાજીક તત્વો બુટલેગરો ધ્રુજી ઉઠીયા છે અને અમુક તો શ્રી ડોડીયા ના નામથી ભુર્ગભમાં ઉતરી ગયા છે. શ્રી અલ્પાબા ડોડીયાની જિલ્લાના પોલીસ બેડામાં નોન કરેપ્ટન અને કડક અધિકારી તરીકે છાપ ધરાવે છે. શ્રી અલ્પાબા ડોડીયા નરમ અને શાંતિ પ્રીય જનતા સાથે નરમાઇશથી અને લુખ્ખા અને બુટલેગર તત્વો સામે કડક હાથે કામગીરી કરવાની ભારે આવડત ધરાવે છે. સાવરકુંડલા રૂરલ ઇન્ચાર્જ પીઆઇ તરીકે શ્રી ડોડીયાની વરણી થતાની સાથે જ બેનંબરી અને લુખ્ખાઓએ પોતાની માયા જાણ સંકેલીને લીધેલ  છે.

(1:14 pm IST)