Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

પોરબંદરમાં વાવાઝોડાની સંભાવનાને પગલે લોકોને દરિયાકાંઠાથી દુર રહેવા તથા હોર્ડીંગ ઉતાર લેવા તાકીદ

મહા વાવઝોડા સામે આગોતરા આયોજન માટે જિલ્લા કલેકટર દ્વારા મીટીંગ યોજાઇઃ ડીઝાસ્ટટ

 પોરબંદર,તા.૫:'મહા' વાવાઝોડા સંદર્ભે આગોતરા આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી મોદીનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી જેમાં 'મહા'વાવાઝોડાને અનુલક્ષીને પોરબંદર ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સાબદુ કરવા  આયોજન કરેલ તેમજ કાંઠે જાહેર ખબરોના હોર્ડીંગ ઉતારી લેવા સાથે લોકોને દરિયાકાંઠાથી દુર રહેવા તાકીદ કરવામાં સુચના ઝારી કરવામાં આવી છે.હવામાન વિભાગની 'મહા' વાવાઝોડા સંદર્ભે તા. ૬, ૭ અને ૮ નવેમ્બરની આગાહી સંદર્ભે સુચારૂ આગોતરા આયોજન માટે આજે જિલ્લા સેવાસદન, પોરબંદર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડી.એન.મોદીના અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી.બેઠકમાં વાવાઝોડા દરમિયાન, વાવાઝોડા પછીની તૈયારીઓ માટે ખાસ સુચનાઓ આપવા સાથે સમગ્ર જિલ્લામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્રને સાબદુ કરવામાં આવ્યું છે. વાવાઝોડા સંદર્ભે હોર્ડીંગ પતરા ઉડવાની સંભાવના હોય, તેમને ઉતારી લેવા નગરપાલિકા તંત્રને કાર્યવાહી કરવા, કોસ્ટલ હાઇવે નજીકનાં ગામોએ વધુ સતર્કતા રાખવા, આરોગ્ય ટીમ, પીજીવીસીએલ ટીમ, રોડ કાર્યરત રાખવા જેસીબી ડમ્પર સહિતની વ્યવસ્થા કરવા જણાવાયું હતું.લોકોને દરિયાકાંઠાથી દુર રહેવા, પવનની ભારે ગતી થવા સામે ભારેથી અતિભારે વરસાદ પડવા, દરીયામાં ઉંચા મોજા ઉછળવાની સંભાવના હોય દરિયાઇ પટ્ટીનાં લોકોને વિશેષ તકેદારી લેવા જણાવ્યું હતું. બેઠકમાં કાર્યવાહક જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ.ડી.ધાનાણી, અધિક કલેકટરશ્રી રાજેશ તન્ના, પ્રાંત અધિકારીશ્રી કે.વી.બાટી, શ્રી વિવેક ટાંક સહિત જિલ્લાનાં તમામ વિભાગનાં અધિકારીઓ સહભાગી થયા હતા.

(11:50 am IST)