Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

લોકડાઉનમાં સમય પસાર કરવા

અમરેલીમાં ઘરમાં જુગાર રમી રહેલા ૧૦ શખ્સો સીટી પોલીસની ઝપટે ચડયા

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૪ : પોલીસ અધિક્ષક નિર્લિપત રાય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એમ.એસ.રાણાની સુચનાથી જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી એમ.એસ.રાણા, અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર, હેડ કોન્સ બી.એમ.વાળા, એચ.ડી.પરમાર, પો.કોન્સ. ધર્મરાજસિંહ વાળા, પ્રવિણસિંહ બારીઆ, હિરેનભાઇ ખેરે ચકકરગઢ રોડ રામવાડી શેરી નં. પ માં દિલુભાઇ બાબુભાઇ વાળાના રહેણાંક મકાને રેઇડ કરી જુગાર રમતા ૧૦ શકુનીઓને રોકડા રૂપિયા ૭૧.૯૦૦/- સાથે પકડી પાડી તમામ ઇસમો વિરૂદ્ધ ધોરણસર કાર્યવાહી કરેલ છે. જુગાર રમતા પકડાયેલ ઇસમોમાં (૧) દિલુભાઇ બાબુભાઇ વાળા, (ર) જયવિરભાઇ ગભરૂભાઇ વાળા (૩) શૈલેષભાઇ ભીખુભાઇ ડેર,(૪) મનીષભાઇ શાંતીલાલભાઇ મહેતા, (પ) દિપકભાઇ હિંમતભાઇ દુહેરા,(૬) અમીરસભાઇ દીલીપભાઇ અમરેલીયા, (૭) અશ્વિનભાઇ નાનજીભાઇ સાસકિયા, (૮) પ્રવિણભાઇ ગોવિંદભાઇ ગોહિલ, (૯) હિતેશભાઇ જગદીશભાઇ સોલંકી, તથા (૧૦)નીતીનભાઇ રતીલાઇભા જોષી રહે. બધા અમરેલી સામે ગુન્હો દાખલ કરેલ છે.

(3:25 pm IST)