Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ગામડે રહેવા જવુ ન હોય પરણિતાએ પુત્ર સાથે ડેમમાં જંપલાવી આપઘાત કર્યો'તો..

દોઢ માસ પુર્વે મોરબીના મચ્છુ ડેમમાં માતા-પુત્રના આપઘાત મામલે ગુન્હો નોંધાયો

મોરબી, તા. ૪:  દોઢ માસ પૂર્વે મોરબી મચ્છુ ડેમમાં માતાએ પુત્ર સાથે આપઘાત કર્યાની ઘટનામાં મૃતક પરણિતાને ગામડે રહેવા જવુ ન હોય આપઘાત કર્યાનું ખુલ્યું છે.   આ અંગે મૃતક પરણિતા સામે તાલુકા પોલીસમાં ગુન્હો દાખલ થયો છે.

મોરબીના જોધપર ગામ નજીક ગત તા.૨૨-૦૨-૨૦૨૦ના રોજ મચ્છુ ૨ ડેમમાંથી માતા-પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો.ધટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી મૃતકના મૃતદેહને પી.એમ. માટે ખસેડવામાં ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.તો મૃતકની ઓળખ માતા ગીતાબેન કનૈયાલાલ જીવાણી અને યશ જીવાણી તરીકે થઇ હતી.જે મામલે કનૈયાલાલ દેવરાજભાઈ જીવાણીએ મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી ગીતાબેન કનૈયાલાલ જીવાણીને ફરિયાદી (પતિ) કનૈયાલાલ સાથે ગામડે રહેવા જવા બાબતે બોલાચાલી થતા તેણીને ગામડે રહેવા જવું ન હોય જેથી લાગી આવતા તેનો પતિ (ફરિયાદી)કનૈયાલાલ  કામે ગયેલ ત્યાર પછી પોતાના દીકરા યસ (ઉ.૯) વાળાને એકટીવા મોટર સાઈકલમાં સાથે લઇ જઈ જોધપર નદી ગામે આવેલ મચ્છુ નદીના ડેમના પાણીમાં બંને જણા પડી પોતે તથા  પોતાના દીકરાને પાણીમાં ડુબાડી દઈ મોત નીપજાવી તેમજ પોતે પણ પાણીમાં ડૂબી જઈ મરણ ગયેલ હોવાની ફરિયાદ મોરબી તાલુકા પોલીસ મથકમાં નોંધાવી છે તો મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(1:13 pm IST)